Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફરિયાદી સામે બે દિવસ પહેલાં કરાઈ હતી રાવઃ
જામનગર તા. ૨૫: જામનગરના નવાગામ ઘેડમાં મંગળવારની રાત્રે મોટરના ચઢત હપ્તાની બાબતે યુવાન પર બે શખ્સે હુમલો કરી માર મારવા ઉપરાંત ધમકી આપ્યાની ફરિયાદ કરાઈ છે. પોલીસે બે હુમલાખોર સામે ગુન્હો નોંધ્યો છે. આ ફરિયાદ કરનાર વ્યક્તિ સામે બે દિવસ પહેલાં હુમલો કર્યાની ફરિયાદ નોંધાયા પછી તેણે વળતી ફરિયાદ કરી છે.
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી ઈન્દિરા સોસાયટીમાં રહેતા પંકજભાઈ હરીશભાઈ પાંડવ નામના ખવાસ યુવાને ગયા મંગળવારે રાત્રે મધુરમ સોસાયટીમાં રાજદીપસિંહ જશુભા જાડેજા અને મહેન્દ્રસિંહ જશુભા જાડેજા નામના બે શખ્સે ફડાકો ઝીંકી ધોકાથી હુમલો કરી માર માર્યાની પોલીસમાં ફરિયાદ કરી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ પંકજના મામાની જીજે-૧૦-ડીએ ૬૬૧ નંબરની મોટર આઠેક મહિનાથી પંકજ પાસે હતી. તે મોટરના હપ્તા ચઢત થઈ જતાં ખાનગી ફાયનાન્સ પેઢીમાંથી તે મોટર સીઝ કરવા માટે ફોન કરવામાં આવ્યો હતો. તેથી પંકજે ફોન પર રાજદીપસિંહ સાથે વાત કરી હતી. તે વેળાએ રાજદીપે બોલાચાલી કર્યા પછી સમાધાન માટે મંગળવારે રાત્રે પંકજને બોલાવ્યો હતો તેથી મધુરમ સોસાયટીમાં પંકજ અને તેના મિત્રો જતા રાજદીપે ફડાકો માર્યાે હતો અને મહેન્દ્રસિંહે ધોકાથી હુમલો કરી માર માર્યાે હતો. પોલીસ કેસ કરીશ તો જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપી હતી. પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આ હુમલા અંગે અગાઉ પંકજ પાંડવ સામે ફરિયાદ થયા પછી પંકજે વળતી ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial