Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં જિલ્લા કક્ષાનો નેશનલ સાયન્સ સેમિનારઃ ૩૭ શાળાઓના સ્પર્ધકો જોડાયા

આર્ટીફિશયલ ઈનટેલિજન્સ વિષય આધારિત

જામનગર તા. ૨૫: ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત શ્રી એમ.ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ, ડીઈઓ, કચેરી, ડીપીઈઓ કચેરી જામનગરના સંયુકત ઉપક્રમે આ વર્ષના મુખ્ય વિષય આર્ટિફીશયલ ઈનટેલિજન્સ વિષય પર જિલ્લા કક્ષાના નેશનલ સાયન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્મની શરૂઆત મંચસ્થ મહેમાનોના હસ્તે દીપપ્રાગટ્યથી કરાઈ હતી. કાર્યક્રમમાં ૩૭ જેટલી શાળાના ૪૦ સ્પર્ધકો સામેલ થયા હતાં. બાળકોએ મુખ્ય વિષય આધારિત ચાર્ટસ અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આર્ટિફીશયલ ઈન્ટેલિજન્સ પર પોતાના વિચારો વ્યકત કર્યા હતાં. ત્યારબાદ તમામ બાળકોના વિષય અનુરૂપ જ્ઞાનની ચકાસણી માટે ર૦ પ્રશ્નોની લેખિત પરિક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ પ્રેઝન્ટેશનને અંતે નિર્ણાયકો દ્વારા બાળકોને મૌખિક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતાં. જેના બાળકોએ સંતોષકારક જવાબો આપ્યા હતાં.

સ્પર્ધાના અંતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બાળકોની રાજયકક્ષાની સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી હતી. જેમાં પ્રથમ ક્રમાંક પર લાવીકા ત્રિપાઠી, કે.ડી. અંબાણી, શાળા, મોટી ખાવડી, દ્વિતીય ક્રમાંક પર હેમ્યા શુકલા, સત્યસાઈ શાળા, જામનગર અને તૃતીય ક્રમાંક પર ત્રિષા કટારીયા, શ્રી સેન્ટ ફ્રાન્સીસ શાળા, જામનગરની પસંદગી કરવામાં આવી હતી. વિજેતા બાળકોને શિલ્ડ અર્પણ કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ  કાર્યક્રમમાં ભાગ લીધેલ તમામ બાળકોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતાં.

કાર્યક્રમમાં નિર્ણાયક અને સંચાલક તરીકે સંસ્થાના સેક્રેટરી સુધાબેન ખંઢેરીયા, બીએચ ગાર્ડી એન્જિનિયરિંગ કોલેજ, કાલાવડના પ્રાધ્યાપક રીયાબેન કાકુ, કલ્યાણ પોલિટેકનિક કોલેજ, જામનગરના પ્રમિત ગોહેલ, સંસ્થાના ચેરમેન ધર્મેશભાઈ મહેતા અને કર્મચારી સંજય પંડ્યાએ ફરજ બજાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh