Advertisement
Author: નોબત સમાચાર

પોલીસ મથકે પૂછપરછમાં બોલાવાયેલા પ્રૌઢે વિષપાન કર્યા પછી સારવારમાં નિપજ્યું મૃત્યુ

કાલાવડના ભીમાનુગામ તથા ખંભાળિયાના કંચનપુરમાં બે યુવાનના ગળાફાંસાઃ

જામનગર તા. રપઃ જામનગરના એક શખ્સ સામે મારામારીનો ગુન્હો નોંધાયા પછી તેને હાજર થવા તાકીદ કરવામાં આવી હતી. તેમ છતાં હાજર ન થતાં આ શખ્સના માતા-પિતાને પોલીસે પૂછપરછમાં બોલાવ્યા હતા. આ શખ્સના પિતાએ પોલીસ મથકમાં જ ઝેરી દવા પી લીધી હતી. તેઓનું સારવારમાં મૃત્યુ નિપજતા અરેરાટી પ્રસરી છે. કાલાવડના ભીમાનુગામમાં એક યુવાને અકળ કારણથી ઝાડની ડાળીમાં ગળાફાંસો ખાઈ લીધો છે અને ખંભાળિયાના ધરમપુરના યુવાને અગમ્ય કારણથી ગળાટૂંપો ખાધો છે.

આ ચકચાર બનાવની વધુ વિગત મુજબ જામનગરના રણજીતનગર વિસ્તારમાં આવેલા જૂના હુડકામાં રહેતા અરવિંદભાઈ હરીશભાઈ સોલંકી નામના અઠ્ઠાવન વર્ષના મોચી પ્રૌઢે ગઈ તા.૧૬ની બપોરે સિટી સી ડિવિઝન પોલીસ મથકમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી. સારવારમાં ખસેડવામાં આવેલા આ પ્રૌઢનું બુધવારની રાત્રે જીજી હોસ્પિટલમાં મૃત્યુ નિપજ્યું છે.

આ બનાવ અંગે પોલીસે તેમના પત્ની હંસાબેન સોલંકીનું નિવેદન નોંધ્યું છે. તેમાં જણાવવામાં આવ્યા મુજબ અરવિંદભાઈના પુત્ર જયદીપ સામે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મારામારી કરવા અંગેનો એક ગુન્હો નોંધાયો હતો. તે ગુન્હામાં જયદીપ હાજર થતો ન હોવાથી તેને પોલીસ સમક્ષ આવી જવા માટે માતા-પિતાને કહેવાયું હતું અને પિતા અરવિંદભાઈએ કહેવા જતા જયદીપ પોલીસ મથકે આવતો ન હતો તેથી બનાવના દિવસે અરવિંદભાઈ અને તેમના પત્નીને પોલીસ મથકે પૂછપરછ માટે બોલાવાયા હતા. આ વેળાએ પુત્ર પોતાના કહ્યામાં ન હોવાનું માઠું લાગી આવતા અરવિંદભાઈએ પોલીસ મથકની લોબીમાં જ ઝેરી દવા પી લીધી હતી અને સારવારમાં તેઓનું મૃત્યુ થયું છે. અપમૃત્યુ અંગે સિટી બી ડિવિઝન પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

કાલાવડ તાલુકાના ભીમાનુ ગામમાં રહેતા નિલેશભાઈ  દિલીપભાઈ સબાડ નામના ત્રીસ વર્ષના બોરીચા યુવાને બુધવારની સાંજે પોતાના ખેતરે જઈ કોઈ અકળ કારણથી ત્યાં આવેલા લીમડાના ઝાડની ડાળીમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. આ યુવાનને નીચે ઉતારી સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પિતા દિલીપભાઈ ખીમાભાઈ સબાડે પોલીસને જાણ કરી છે.

ખંભાળિયા તાલુકાના કંચન પુર ગામમાં વસવાટ કરતા દેવાભાઈ ઉર્ફે દીપકભાઈ આલાભાઈ (ઉ.વ.ર૮) નામના યુવાને ગઈકાલે બપોરે કંચનપુર નજીક ધરમપુર જીઆઈડીસી પાસે જઈ એક મકાનની પાછળ કોઈ અગમ્ય કારણથી ગળાફાંસો ખાઈ લીધો હતો. આ યુવાનનું મૃત્યુ નિપજયું છે. તેમના માતા રામીબેન આલાભાઈએ પોલીસને જાણ કરી છે. ખંભાળિયા પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh