Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજસ્થાન બોર્ડરથી પકડાયેલા બે આરોપીઓ પાસેથી જપ્ત કરાયેલી
નવી દિલ્હી તા. રપઃ રાજસ્થાનના સિરોહી જિલ્લાના આબુરોડ રિકો પોલીસ સ્ટેશને માવલ ચોકી પર મોટી કાર્યવાહી કરી અને એક કારમાંથી ૭ કરોડ રૂપિયાથી વધુ હવાલાના નાણા જપ્ત કર્યા હતાં. પોલીસે આ કેસમાં કારમાં સવાર બે યુવકોની અટકાયત કરી છે, જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આટીઆઈસીઓ પોલીસ સ્ટેશન ઓફિસર સીતારામે જણાવ્યું કે એસપી અનિલ કુમાર બેનીવાલની સૂચના પર રાત્રે રાજસ્થા-ગુજરાત બોર્ડર પર સ્થિત માવલ ચોકી પર નાકાબંધી કરવામાં આવી હતી. નાકાબંધી દરમિયાન ગઈકાલે બપોરે ૩ વાગ્યે એક કારને અટકાવવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન કારચાલક અને અન્ય યુવકો શંકાસ્પદ જણાતા કારની સઘન તલાશી હાથ ધરવામાં આવી હતી. સર્ચ દરમિયાન કારના ડ્રાઈવર અને તેની બાજુની સીટ નીચે એક ખાસ બોક્સ બનાવવામાં આવ્યું હતું. સીટ ઉપાડીને તલાશી લેતા પૈસા મળી આવ્યા હતાં. બોક્સ પ૦૦ રૂપિયાની નોટોના બંડલથી ભરેલું હતું. આ પછી કારને જપ્ત કરવામાં આવી હતી અને બન્ને યુવકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતાં. ૪ કલાક સુધી ચાલેલી નાણની ગણતરી દરમિયાન કુલ ૭ કરોડ ૧ લાખ ૯૯ હજાર રૂપિયાની વસૂલાત કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, તેમને કાર અને હવાલાના પૈસા દિલ્હીના ધૌલ કુઆનમાં મળ્યા હતાં. જે અમદાવાદમાં પહોંચાડવાના હતાં. અગાઉ નાકાબંધી દરમિયાન માવલમાં કાર ઝડપાઈ હતી.
રાજસ્થાન પોલીસે સંજય રાવલ અને દાઉદ સિંધી નામના બે શખ્સની અટકાયત કરી હતી. બન્ને શખ્સ મહેસાણાના રહેવાસી હોવાની તપાસમાં માહિતી સામે આવી છે. બન્ને યુવકોની તુરંત ધરપકડ કરવામાં આવી હતી અને આ પૈસા ક્યાંથી આવ્યા અને ક્યાં લઈ જવામાં આવી રહ્યા હતાં તે અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ ઘટના પાછળ રાજકીય કનેક્શન હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. ઉમેદવારો માટે શુક્રવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે અને તે પહેલા જ આટલી મોટી રકમ જપ્ત કરવામાં આવતા આ નાણાનો ચૂંટણીમાં ગેરકાયદે ઉપયોગ થયો હોવાની શક્યતાઓ ઊભી થઈ રહી છે.
પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આ રકમ પેટાચૂંટણી સાથે સંબંધિત છે કે પછી તેનો ઉપયોગ અન્ય કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે કરવાનો હતો. હાલ બન્ને આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial