Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લેબ રિ૫ોર્ટ ઝડપી મળે તે જરૂરીઃ
જામનગર તા. રપઃ જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા હાલ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવી રહ્યા છે, પંરતુ તેના રિપોર્ટ મળતા એકથી દોઢ માસનો સમય થાય છે. તયાં સુધીમાં તો મીઠાઈ વેંચાઈ જાય, ખવાય જય છે, જો કે મહાનગરપાલિકા પોતાની લેબોરેટરી બનાવવાનું આયોજન કરી રહી છે.
જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરના જુદા જુદા મીઠાઈ, ફરસાણ, માવો અન્ય ખાદ્ય પદાર્થોના નમૂના લઈ તેને પૃથ્થકરણ માટે મોકલવામાં આવે છે, પરંતુ વડોદરાની લેબોરેટરીમાંથી રિપોર્ટ મળતા એક માસથી વધુ સમય થાય છે. ત્યાં સુધીમાં તહેવારો પૂરા થઈ જાય છે, અને વાસી અખાદ્ય પદાર્થનું વેંચાણ થઈ જાય છે અને લોકો દ્વારા તેનો ઉપયોગ પણ થઈ ચૂક્યો હોય છે. હકીકતે નમૂનાનો રિપોર્ટ બે-ચાર દિવસમાં મળે તો તેની સામે જરૂર પડે તો કડક પગલાં લઈ શકાય.
પરંતુ મળતી માહિતી મુજબ હવે જામનગર મહાનગરપાલિકા દ્વારા પોતાની લેબોરેટરી જામનગરમાં શરૂ કરવાનું આયોજન થઈ રહ્યું છે. આથી સત્વરે નમૂના પરીક્ષણનો રિપોર્ટ મળી રહેશે.
એક વાત એવી છે કે જામનગરમાં અમુક દુકાનોમાંથી કબજે કરેલ આખાદ્ય, વાસી ખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યે હતો તો આવા દુકાનદાર સામે પગલાં કેમ નહીં? તેના જવાબમાં અધિકારીએ જણાવ્યું હતું કે, કાંતો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવે અથવા તો ત્યાંથી નમૂના લેવામાં આવે. એક જ વેપારી સામે બબ્બે કાર્યવાહીની કોઈ જોગવાઈ નથી. જો નમૂના ફેલનો રિપોર્ટ મળે તેવા દુકાનદાર સામે નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial