Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગળામાં દુખાવો થયા પછી બાળક પર કાળનો પંજોઃ
જામનગર તા. ૨૫: દ્વારકાના વસઈ ગામમાં એક ખેડૂત મ્હોંથી જંતુનાશક દવાની શીશીનું ઢાંકણું ખોલતા હતા ત્યારે ભૂલથી દવા પીવાઈ જતાં છાતી તથા ગળામાં બળતરા થવા લાગી હતી. સારવારમાં ખસેડાયેલા આ યુવાનનું મૃત્યુ નિપજયું છે. જ્યારે ખંભાળિયાના કેશોદમાં એક શ્રમિકના બાળકને ગળામાં દુખાવો ઉપડ્યા પછી તેનું મૃત્યુ થયું છે.
દ્વારકા તાલુકાના વસઈ ગામના વાડી વિસ્તારમાં રહેતા હમીરભાઈ બિજલભાઈ ચાનપા (ઉ.વ.રર) નામના યુવાન ગયા સોમવારે રાત્રે પોતાના ખેતરે કામ કરતા હતા ત્યારે જંતુનાશક દવાની શીશીનું ઢાંકણું મ્હોંથી ખોલવા જતા આ યુવાનના મ્હોંમાં દવા ચાલી ગઈ હતી. તેની ઝેરી અસર થતાં હમીરભાઈને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.
સારવાર દરમિયાન હમીરભાઈનું મૃત્યુ નિપજ્યું છે. તેમના મોટાભાઈ રાજેશભાઈએ પોલીસને જાણ કરી છે.
ખંભાળિયા તાલુકાના કેશોદ ગામમાં રામદેભાઈ ડેર નામના ખેડૂતના ખેતરમાં મજૂરી કામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના ખેડી ગામના વતની પારૂભાઈ નારસીંગભાઈ ગુડીયા નામના યુવાનના પુત્ર અર્જુનને ગઈકાલે ગળામાં દુખવા માંડતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા જ્યાં આ બાળકનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે પારૂભાઈનું નિવેદન નોંધ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial