Advertisement
Author: નોબત સમાચાર

વાહન પર લોન મેળવી કૌભાંડ આચરનાર આરોપી પૈકીના એકના જામીન થયા મંજૂર

પોલીસે કુલ ર૩ સામે નોંધ્યો હતો ગુન્હોઃ

જામનગર તા. ૨૫: જામનગરમાં કુખ્યાત ગેંગે વાહન પર કરોડો રૂપિયાની લોન મેળવ્યા પછી લોન આપનાર કંપનીને ઠેગો બતાવી દીધાની પોલીસમાં ફરિયાદ થઈ હતી. પોલીસે ૨૩ શખ્સ સામે ગુન્હો નોંધ્યો હતો. તેમાંથી જેલહવાલે થયેલા એક આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે મંજૂર રાખી છે.

જામનગરમાં વાહન માટે લોન આપવાનું કામ કરતી ચોલા મંડલમ્ ઈન્વે. એન્ડ ફાયનાન્સ નામની પેઢી પાસેથી હીરાભાઈ મચ્છાભાઈ સરસીયા નામના આસામી તેમજ અન્ય વ્યક્તિઓએ અલગ અલગ વાહન ખરીદવા લોન મેળવ્યા પછી તેના હપ્તા ચઢત કરી દીધા હતા. અંદાજે રૂ.૬ કરોડ ઉપરાંતની રકમ ફાયનાન્સ પેઢીએ લેવાની બાકી હતી.

લોન પર લેવાયેલા વાહન કુખ્યાત રઝાક ચાવડા ઉર્ફે સોપારી તથા તેના સાગરિતોને વેચાણથી આપી દેવામાં આવ્યા હતા. આ વાહનને ફાયનાન્સ પેઢીના કર્મચારી રોકી હપ્તા ભરવા માટે કહે તો તે વ્યક્તિને મારી નાખવાની ધમકી અપાતી હતી. આ બાબતની પોલીસમાં ફરિયાદ થયા પછી પોલીસે ૨૩ શખ્સ સામે ગુન્હો નોંધી ધરપકડ શરૂ કરી હતી અને આરોપીઓને જેલહવાલે કર્યા હતા.

આરોપી પૈકીના હીરાભાઈ સરસીયાએ જામીનમુક્ત થવા અરજી કરતા ફરિયાદ પક્ષે દલીલ કરી હતી કે, આ આરોપીએ બે ઈકો મોટર ખરીદી તેની લોનના રૂ.૯ લાખ ભર્યા નથી અને અન્ય શખ્સને તે મોટર રૂ.૧ લાખમાં વેચી નાખી છે. તેની સામે આરોપી પક્ષે દલીલ કરી હતી કે, હીરાભાઈ કોઈ ગેંગનો સદસ્ય નથી તેણે કરોડો રૂપિયાના વાહન લીધા નથી, લોન પરનું વાહન વેચાણ કરાયું હોય તેવા કોઈ પુરાવા રજૂ થયા નથી. અદાલતે બંને પક્ષની દલીલ સાંભળ્યા પછી આરોપી હીરાભાઈને જામીન પર મુક્ત કરવા હુકમ કર્યાે છે. આરોપી તરફથી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયા રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh