Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયામાં નગરપાલિકાના સફાઈ કર્મચારીઓનું આંદોલન પાંચમાં દિવસમાં પ્રવેશ્યું: ચીફ ઓફિસરને ઘેરાવ

ગઈકાલે કાનજી ચતુ ધર્મશાળામાં યોજાયેલી બેઠક નિષ્ફળ

ખંભાળીયા તા. રપઃ ખંભાળીયાના નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા તેમના પડતર પ્રશ્નો અંગે અગાઉથી આપેલ અલ્ટીમેટમ છતાં પ્રશ્નો હલ ના થતાં ગત ર૧-૧૦-ર૪ થી ઉપવાસ આંદોલન તથા કર્મચારીઓ સફાઈ દ્વારા હડતાળ શરૂ કરવામાં આવેલી જે આજે પાંચમાં દિવસમાં પ્રવેશી છે.

ગઈકાલે પાલિકામાં કન્વીનર રમેશભાઈ વાઘેલા તથા પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી વિવિધ હોદ્દેદારો તથા અગ્રણીઓ તથા જામનગરથી આવેલ ખાસ આગેવાનો સાથે ઉપવાસીઓની બેઠક યોજાઈ હતી જેમાં નિરાકરણ માટે  ખાસ પ્રયાસો થયા હતા તથા સદસ્યો, સીઓ અને પાલિકા હોદ્દેદારોની ખાસ બેઠક કાનજી ચતુની ધર્મશાળામાં પણ યોજવામાં આવી હતી પરંતુ નિરાકરણ થઈ શકયું નહતું.

ચીફ ઓફિસરને ઘેરાવઃ સુત્રોચ્ચાર

ખંભાળીયા પાલિકા ચીફ ઓફિસર ઈન્ચાર્જ તરીકે રહેલા સિકકાના ચીફ ઓફિસર રાહુલભાઈ કરમુરને ગઈકાલે સફાઈ કામદારો દ્વારા કચેરીમાં ઘેરાવ કરીને ઢોલ વગાડીને તેમના પ્રશ્નો ઉકેલવા રજુઆતો કરી હતી. ચીફ ઓફિસર નિયમ મુજબ કામ થશે તો જવાબ આપી નીકળી ગયા હતાં. આગામી સમયમાં આંદોલન ઉગ્ર કરીને પાલિકા કચેરીને તળાબંધી જેવા કાર્યક્રમો થશે તેમ જણાવાયું હતું. 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh