Advertisement
Author: નોબત સમાચાર

મકાન ભાડે આપી પોલીસને વિગત ન આપતા નોંધાયો ગુન્હો

સિક્કાના બે આસામી સામે રાવઃ

જામનગર તા. ૨૫: જામનગરના સિક્કા ગામમાં બે અસામીએ પોતાના મકાન ભાડે આપી ભાડુઆતની ઓળખ સહિતની વિગત પોલીસને નહીં આપતા ગુન્હો નોંધાયો છે.

જામનગર તાલુકાના સિકકા ગામમાં નાઝ સિનેમા ૫ાસે તાલબ કોલોનીમાં નુર હુસેન ઈકબાલ ભાયા નામના આસામીએ પોતાનું મકાન રૂ.૮ હજારમાં ભાડે આપ્યા પછી ભાડુઆત અંગેની વિગતો પોલીસને નહીં આપતા સિક્કાના જમાદાર એમ.પી. સીંધવે ખુદ ફરિયાદી બની નુર હુસેન સામે ગુન્હો નોંધાવ્યો છે.

સિક્કાની શ્રીજી સોસાયટીમાં પંકજગીરી કાંતિગીરી રામદત્તી નામના આસામીએ પણ પોતાનું મકાન રૂ.૩૨૦૦માં ભાડે આપ્યા પછી તેની વિગતો પોલીસ સ્ટેશનમાં આપી ન હતી. જમાદાર સીંધવે આ આસામી સામે પણ ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh