Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હેલ્મેટ વગર આવેલા અરજદારોને પગપાળા પ્રવેશ
જામનગર તા. રપઃ દ્વિચક્રી વાહનચાલકો માટે હેલ્મેટનો કાયદાની અમલવારી કરવાની સૂચના પછી જામનગરમાં તેનો અમલ કરાવવામાં આવી રહ્યો છે. આજે આરટીઓ કચેરીમાં અરજદારોને હેલ્મેટ હોય તો જ કચેરી પટાંગણમાં પ્રવેશ આપવાની શરૂઆત કરવામાં આવી છે.
આમ તો હેલ્મેટ અને સીટ બેલ્ટનો કાયદો અમલમાં છે પરંતુ સરકારે તાજેતરમાં સૂચના આપી આ નિયમની કડક મલવારી કરવા આદેશ થયો હતો. આથી જામનગરમાં નિયમનું પાલન કરાવાઈ રહ્યું છે. મહાનગરપાલિકા કચેરી પછી આજે આરટીઓ કચેરીમાં હેલ્મેટ નિયમનું પાલન કરાવાયું હતું.
આરટીઓના અધિકારીઓ આજે કચેરીના મુખ્ય દરવાજે ગોઠવાઈ ગયા હતા અને તમામ દ્વીચક્રી વાહન ચાલક અરજદારોને દરવાજે જ રોકી દેવાયા હતાં અને જેમણે હેલ્મેટ પહેર્યા હોય તેનેજ કચેરીમાં પ્રવેશ અપાયો હતો. બાકીના વાહન ચાલકોને બહાર જ રોકી દેવામાં આવ્યા હતાં. જેઓ પગપાળા જ કચેરીના પટાંગણમાં પ્રવેશ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial