Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા ન.પા.ના જીપીએફ / સીપીએફના નાણા ભરપાઈ કરાયાઃ ઈન્ચાર્જ ચીફ ઓફિસર

અનેક પ્રશ્નો ઉકેલ્યા હોવાનો કર્યો દાવો

ખંભાળીયા તા. રપઃ ખંભાળીયા નગરપાલિકાના ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસની બદલી થતાં ના બીજા જ દિવસે પાલિકાના સફાઈ કર્મીઓ દ્વારા તેમના પડતર ૧૧ પ્રશ્નો અંગે હડતાલ તથા ઉપવાસ આંદોલત શરૂ કર્યું હતું જેમાં ઈન્ચાર્જ ચીફ ઓફિસર દ્વારા અનેક પ્રશ્નોનો હલ કરવાનો પ્રયાસ કરીને તથા અનેક પ્રશ્નો ઉકેલ્યા છે.

ચીફ ઓફિસર રાહુલભાઈ કરમૂરે એક ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે કાયમી સફાઈ કર્મીઓ તથા કર્મચારીઓના જીપીએફની જે રકમ ભરવાની બાકી હતી તે ચારેક માસની ભરપાઈ કરી દેવાઈ છે તથા પાલિકાના રોજમદાર સફાઈ કર્મચારીઓ જેમની ૧૧ માસની ઈપીએફની રકમ પગારમાંથી કાપી લેવાઈ હતી પણ જે તે સંસ્થા સરકારમાં ભરાઈ ના હતી તે ઓગષ્ટ-ર૪ સુધીની ભરપાઈ કરી દેવાઈ છે તથા આગામી માસમાં સપ્ટે.-ઓકટોબરની પણ ભરાઈ જશે. અન્ય પ્રશ્નોમાં પ્રાદેશિક નિયામક, રાજ્ય સરકાર, જિલ્લા કલેકટર ડે. કલેકટર તથા સામાન્ય સભાની મંજુરીથી કામો થઈ જશે. હાલ સફાઈકર્મી નવા ભરતી થઈ શકે તેમ જ નથી કેમ કે હાલ ૭૯ ની સંખ્યા મંજુર મહેકમ છે તેનાથી ડબલ છે ૧૧૯ જેટલા કર્મી વધુ છે. જેથી ભરતી શકય જ નથી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh