Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લાની ૩૯ શાળાઓમાં જનજાગૃતિ કાર્યક્રમો

તમાકુ મુકત યુવા અભિયાન હેઠળ

ખંભાળીયા તા. રપઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તમાકુ મુકત યુવા અભિયાન ર.૦ અંતર્ગત જનજાગૃતિ માટે ૩૯ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે તમાકુથી દૂર રહેવા પ્રતિજ્ઞા, સ્પર્ધાઓ જેવા કાર્યક્રમો યોજાયા હતાં.

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા તમાકુ મુકત યુવા અભિયાન ર.૦ ચલાવવામાં આવી રહ્યું છે, જે અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને એપેડેમીક મેડિકલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ જિલ્લાની ૩૯ જેટલી પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં ટોબેકો અવેરનેસ સ્કૂલ  પ્રોગ્રામ્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ જાગૃતિ કાર્યક્રમોમાં તમાકુ મુકત શૈક્ષણિક સંસ્થાના મુદ્દાઓના પાલન માટે આચાર્ય તેમજ સ્ટાફને સમજ આપવામાં આવી હતી. શાળાના બાળકોને તમાકુથી થતાં નુકસાન અંગે માહિતગાર કરી સિગરેટ, બીડી, ગુટખાથી થતાં કેન્સર, વ્યસનને લીધે થતાં માનસિક રોગ વિશે સમજણ આપવામાં આવી હતી. તમાકુ છોડવા માટે ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૧ર૩પ૬ વિશે માહિતી આપવામાં આવી હતી અને કોઈ પણ પ્રકારના તમાકુનો ઉપયોગ ન કરવા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. શાળાઓમાં આ વિષય પર ચિત્ર સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, નાટક, રેલી વગેરે પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સારું પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઈનામ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh