Advertisement
Author: નોબત સમાચાર

મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર પેઢીના કામો છીનવી લેવા સામે ઉપવાસ આંદોલન

જામનગરમાં દલિત સંઘ દ્વારા

જામનગર તા. રપઃ જામનગર મહાનગરપાલિકામાં ઓનલાઈન ટેન્ડરો ભરીને દસ જેટલા કામ જેને મળ્યા છે તેવી સત્યસાંઈ કન્સ્ટ્રકશન કંપનીના કામો કોઈને કોઈ બહાને છીનવી અન્યાય કરવામાં આવતો હોય, દલિત સંઘ દ્વારા છેલ્લા ચાર દિવસથી મનપા કચેરી પાસે ઉપવાસ આંદોલન ચાલી રહ્યું હોવાનું સંસ્થાપક પ્રમુખ કે.જે. વાઘેલાએ જણાવ્યું છે.

સત્યસાંઈ કૃપા કન્સ્ટ્રકશને કામના ઓનલાઈન ટેન્ડરો ભરી મહાનગરપાલિકા, જામનગરની જુદી-જુદી શાખાઓના ૧૦ કામો મેળવેલ, તે કામોના બીલો તેમજ વર્ક ઓર્ડરો આપવામાં યેનકેન પ્રકારે ખોટા અને બનાવટી વાંધા-વચકા કરી ગ્રાન્ટ ફેરના અને શાખા ફેરના બહાને અમારા કામો છીનવી તેઓના મળતિયાઓને આપી આ એજન્સીને નુકસાન કરેલ છે. શ્રી સત્યસાંઈ કૃપા કન્સ્ટ્રકશન તેમજ દલિત સંઘ દ્વારા એકથી અનેક વખત લેખિત-મૌખિક રજૂઆતો કરવા છતાં આ પેધી ગયેલ જાતિવાદી કમિશ્નર તેમજ સિટી એન્જિનિયરના પેટનું પાણી પણ હલતું નથી અને અન્યાય કરી રહ્યાં હોય તે સામે ન્યાય મેળવવા સંયુક્ત ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh