Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ચાંદીબજારમાં આવેલા ચોરીવાળા દેરાસરે ધ્વજાવિધિ

ધ્વજારોહણની ઉછામણીના મંગલ અવસરે

જામનગર તા. રપઃ જામનગરના ઉતુંગ જિનાલયના ધ્વજારોહણની ઉછામણીના મંગલ અવસરે ચોરીવાળા દેરાસરમાં ધ્વજાવિધિ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જેમાં તા. ર૭ ના રોજ ધ્વજાની શહેર પ્રદક્ષિણા યોજાશે. જેનો પ્રારંભ બપોરે ૩.૩૦ વાગ્યે જામનગરના ચાંદીબજાર સ્થિત ચોરીવાળુ દેરાસરથી થશે. દરબારગઢ, બર્ધનચોક,  સેન્ટ્રલ બેંક સહિતના નગરના વિવિધ મુખ્ય માર્ગો પર ફરીને ચોરીવાળા દેરાસરે પરત ફરશે. જેમાં ધ્વજાના લાભાર્થી થાળીમાં ધજા લઈને ચાલીને તેમજ વાહનમાં બેસીને લાભ લઈ શકશે. તા. ર૯-૧૦-ર૦ર૪ ના સવારે ૯ વાગ્યે ધ્વજાની વિધિ શ્રી ચોરીવાળા દેરાસરના ચોકમાં થશે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ ભક્તિસૂરિ સમુદાયના જામનગર રત્ન પ.પૂ. હેમંતવિજયજી મ.સા., પ.પૂ. દેવરક્ષિત મ.સા. આદિઠાણાની મંગલ નિશ્રામાં ધ્વજાની ઉછામણી કરવામાં આવી હતી. વધુ વિગત માટે નવીનભાઈ ઝવેરી મો. ૯૪ર૬ર ૦૩૮૦૭ અથવા ભૂપેન્દ્રભાઈ પારેખ (મો. ૯૮રપ૧ ૩પ૪ર૯) નો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh