Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વેકેશન પહેલાં પૂર્ણ કરવાનો આદેશઃ
ખંભાળિયા તા. રપઃ ગુજરાત રાજ્યની હાઈસ્કૂલોના આચાર્યાેને તાજેતરમાં ઈ કેવાયસી કરવા સરકારી અધિકારીઓ દ્વારા ખાસ દબાણ કરીને વેકેશન પડે તે પહેલાં પૂર્ણ કરવા આદેશ કર્યાે છે.
સમગ્ર રાજ્યમાં હાલ માધ્યમિક, ઉ.મા. શાળાઓમાં સત્રાંત પરીક્ષાઓ ચાલી રહી છે. બોર્ડના ફોર્મ ભરવાનું ચાલુ છે. શિષ્યવૃત્તિ પોર્ટલ પર કામ ચાલુ છે. સત્રાંત પરીક્ષાના પેપરો તપાસવા તથા પરિણામ બનાવવાનું બાકી છે ત્યારે ઈ કેવાયસી ફરજિયાત વેકેશન પડે તે પહેલા પૂર્ણ કરવાનો હુકમ થયો છે.
સ્કોલરશીપ છાત્રોને મળે તે માટે ઈ-કેવાયસી ફરજિયાત છે. પણ રેશનકાર્ડમાં વિદ્યાર્થીના નામમાં ભૂલ હોય અથવા ના હોય, આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર કનેકટ ન હોય તેવા કિસ્સામાં ઓટીપી ન આવતા ઈકેવાયસી ન થતાં વાલીઓ તથા અનેક સ્થળે શિક્ષકો અને આચાર્યાે પણ કચેરીના ધક્કા ખાઈને કંટાળી ગયા છે તો ઉપરથી તંત્ર દ્વારા આચાર્યેને કોઈપણ સંજોગોમાં કામગીરી પૂર્ણ કરવા આદેશ અપાતા સમગ્ર રાજ્યમાં ભારે વિરોધ સાથે રોષની લાગણી પણ ફેલાઈ છે. શિક્ષકો, આચાર્યાે પરીક્ષા લે, પરિણામ તૈયાર કરે, પેપર જુએ, બોર્ડના ફોર્મ ભરે કે ઈકેવાયસી કરવા મામલતદાર કચેરીએ ધક્કા ખાય?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial