Advertisement
Author: નોબત સમાચાર

જામખંભાળીયાઃ ગોવિંદ તળાવમાં ખડકાયેલા ગેરકાયદે દબાણો હટાવવા દિલ્હીથી આદેશ

હવે સ્થાનિક તંત્ર અને ઉચ્ચ અધિકારીઓ કેવી કડક કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર

ખંભાળીયા તા. ૨૨: દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળીયામાં દબાણો કરવામાં રાજ્યમાં પ્રથમ નંબર આવે તેવી સ્થિતિ છે. અગાઉ જામનગર જિલ્લો હતો ત્યારે એસપી મનિષ વર્માએ કરેલ દબાણ હટાવ ઓપરેશનથી આજે પણ ઘણાં ધ્રુજી જાય છે. તે પછી દબાણો હટાવવામાં નહીં આવતા ખંભાળીયામાં નવાપરાના છેવાડે આવેલ ગોવિંદ તળાવના દબાણો હટાવવા છેક દિલ્હીથી આદેશ થતાં ભારે ચર્ચા જાગી છે.

ગોવિંદ તળાવ એક સમયે ખંભાળીયાનું મોટું તળાવ હતું તથા તે તળાવ ભરેલું રહેતા લોકોના કૂવા-બોર ભરપૂર રહેતા પણ તંત્રની ઢીલી નીતિને કારણે આ તળાવના કાંઠાની બધી બાજુ મકાનો બનવા લાગતા તથા ક્યાંક તળાવો પૂરીને બાંધકામો થતાં ચોમાસામાં આ મકાનો ફરતા પાણી આવી જાય છે તો એક સમાજ વાડી આ તળાવમા બનવા લાગતા દબાણ હટાવાયું હતું તે પછી તાજેતરમાં છેક દિલ્હીથી આ બાબતે દબાણ હટાવવાનો આદેશ સરકારી તંત્ર દ્વારા આપને પાલિકા તથા પ્રાંત અધિકારીને આ તળાવ પરના દબાણો દૂર કરવા માટે સૂચના આપવામાં આવી છે ત્યારે કોણ કેવી રીતે કામ કરશે તે પ્રશ્ન પણ ઉઠ્યો છે તો ખંભાળીયાના તળાવના દબાણની છેક દિલ્હીથી સૂચના ભારે ચર્ચાસ્પદ પણ બની છે ત્યારે સરકારી તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર લોકોની મીટ મંડાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh