Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડના પાસ્તરડી ગામના શખ્સ સામે ઉગામાયું પાસાનું શસ્ત્ર

સુરતની જેલમાં ધકેલી દેવાયોઃ

જામનગર તા. રરઃ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના પાસ્તરડી ગામના શખ્સ સામે જામનગર જિલ્લાના બે પોલીસ મથકમાં દારૂબંધી ભંગના બે ગુન્હા નોંધાયા પછી એલસીબીએ તેની સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી. તેને મંજુરી અપાતા આ શખ્સને અટકાયતમાં લઈ એલસીબીએ સુરત જેલમાં મોકલી આપ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના પાસ્તરડી ગામના મેરૂભાઈ રામભાઈ હુણ નામના શખ્સ સામે જામનગરના મેઘપર પોલીસ સ્ટેશન તેમજ પંચકોશી 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દારૂબંધી ભંગ અંગેના બે ગુન્હા નોંધાયા હતાં. આ શખ્સ સામે જામનગર એલસીબી દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરાઈ હતી અને મંજુરી માટે કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

આ દરખાસ્તને મંજુરી આપવામાં આવતા ગઈકાલે જામનગર એલસીબી પી.આઈ. વી.એન. વગારિયા તથા સ્ટાફે મેરૂભાઈ હુણની પાસામાં અટકાયત કરી તેને સુરતની લાજપોર જેલમાં ધકેલી દીધો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh