Advertisement
Author: નોબત સમાચાર

કચરાની ગાડીમાં કેરણઃ જામનગર મનપાની બલિહારી!

કચરામાંથી કંચન પેદા કરવાના કૌભાંડનો પર્દાફાશઃ

જામનગર તા. રરઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા કચરાના નિકાલ માટે કરોડોનો ખર્ચ કરવામાં આવે છે. તેમાં પણ વ્યાપક ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે.

કચરાની ગાડીમાં કેરણ ભરવામાં આવતું હોવાનું કૌભાંડ વધુ એકવખત ઝડપી લેવાયું છે, જો કે આવું અગાઉ પણ અનેક વખત બન્યું છે, પરંતુ ખાસકોઈ પગલાં લેવાયા નથી. કચરાની ગાડીમાં કેરળ ભરીને ડમ્પીંગ પોઈન્ટ ઉપર ઠાલવાઈ રહ્યું હોવાની માહિતીના આધારે કોર્પોરેટર રચનાબેન નંદાણિયા ગઈકાલે પહોંચ્યા હતાં અને તપાસ કરતા કચરાની ગાડીમાં કેરણ જોવા મળ્યું હતું, જેનો વજન કરીને બીલ વસૂલ કરી લેવામાં આવે છે.

ગઈકાલે કેરણ સાથેની ગાડી રચનાબેન નંદાણિયાએ પકડી હતી. તે વાહનમાં નંબર પ્લેટ પણ ન હતી. તથા ડ્રાઈવર લાયસન્સ વગર ગાડી ચલાવતા જોવા મળ્યા હતાં.

આ અંગે મેયર, કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી અને જરૂર પડ્યે સ્ટે. કમિટી પાસે ધરણા કરવાની ચિમકી પણ આપવામં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh