Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનોની નિષ્ક્રિયતા
ખંભાળીયા તા. ૨૨: ખંભાળીયામાં જામનગર તથા દ્વારકા રોડ પરના રેલવે ફાટક પર ઢગલાબંધ વીકલી ટ્રેન તથા દ્વારકા જતી રેગ્યુલર ટ્રેન આવતી હોય વારંવાર બંધ હોય છે ત્યારે રેગ્યુલર વાહનો ઊભા હોય તેમની બાજુની કતાર કે જ્યાં સામેથી આવતા વાહનોને નીકળવાનો રસ્તો હોય ત્યાં વાહનો ઊભી જતાં જેવું ફાટક ખૂલે એટલે બંને બાજુથી વાહનો સામસામા નીકળવા પ્રયત્ન કરે પણ એક સાઈડ જમણી બન્ને બાજુ ખાલી હોવી જોઈએ તે ભરેલી રહેતા ટ્રાફિક જામની સ્થિતિ રોજ ટ્રેઈનો આવતા બંધ ફાટકમાં થાય છે.
લાંબા સમયથી કતારોમાં ઊભેલા વાહનચાલકોની પાછળ થાંભલાને બદલે સીધા ફાટક પાસે વાહન લગાવી દેતા વાહનચાલકો રોજ ટ્રાફિક પ્રશ્ન પણ ઊભો કરતા હોય આ બાબતે અગાઉ પણ ફરિયાદો થતાં ટ્રેન આવે તથા ફાટક બંધ થાય ત્યારે ટ્રાફિક પોલીસ કે ટીઆરબીના જવાનો મૂકાય છે પણ આ જવાનો કડક રીતે કામ ના કરતા તેમના નાક નીચે જ વાહનચાલકો ટ્રાફિક જામ કરતા હોય અગાઉ આવી રીતે વાહનો લઈને નીકળનાર વાહનો ડીટેઈન તથા દંડાત્મક કાર્યવાહી થઈ હોય તેવી રીતે કડક પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial