Advertisement
Author: નોબત સમાચાર

સાસુ સાથે ઘરકામ બાબતે બોલાચાલી થતાં પુત્રવધુના ઝેરના પારખાઃ મૃત્યુ

રામનગરના યુવાને અકળ કારણથી ઝેર પીધા પછી મૃત્યુઃ

જામનગર તા. રરઃ કાલાવડ તાલુકાના જશાપર ગામમાં ખેતમજુરી માટે આવીને વસવાટ કરતાં એક પરપ્રાંતિય મહિલાએ સાસુ સાથે ઘરકામ બાબતે થતી બોલાચાલી થી માઠું લગાડી ત્રણેક દિવસ પહેલાં ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યાે હતો. પોલીસે તેણીનું નિવેદન નોંધ્યું હતું. આ મહિલાનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું છે. જ્યારે ખંભાળીયા તાલુકાના રામનગરના એક યુવાને અકળ કારણથી ઝેરી પી લીધું હતું. તેઓનું પણ મૃત્યુ થયું છે. પોલીસે મૃતકના પિતાનું નિવેદન પરથી અપમૃત્યુ અંગે નોંધ કરી આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

કાલાવડ તાલુકાના જસાપર ગામમાં આવેલ રમેશભાઈ દેવશીભાઈ પાંભર નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતાં મૂળ મધ્યપ્રદેશ રાજ્યના જાંબુવા જિલ્લાના ફૂલધાવડી ગામના વતની સીમાબેન કાળુભાઈ ગુંડિયા (ઉ.વ. ૧૯)નામના યુવતીના લગ્ન થોડા સમય પહેલાં વિનોદભાઈ રૂપાભાઈ વસુનીયા સાથે થયા હતાં.

લગ્ન પછી આ દંપતી જસાપર ગામમાં રહી ખેત મજુરી કરતું હતું તે દરમ્યાન સીમાબેનને સાસુ સાથે ઘરકામ બાબતે બોલાચાલી થતી રહેતી હતી તે બાબતનું માઠું લાગી આવતાં ગયા સોમવારે રાત્રે સીમાબેને કોઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. તેની જાણ થતાં આ મહિલાને સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેણીનું મૃત્યુ નિપજયું છે.

સારવારમાં રહેલા આ મહિલાનું પોલીસે જે તે વખતે નિવેદન નોંધ્યું હતું. કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના જમાદાર વી.ડી. ઝાપડિયાએ તપાસ હાથ ધરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મૂખ્યમથક ખંભાળીયા તાલુકાના રામનગરમાં રહેતાં દિવ્યેશભાઈ ધરમશીભાઈ કણઝારીયા (ઉ.વ. ર૮) નામના સતવારા યુવાને ગઈકાલે બપોરે પોતાના શરીર પર કોઈ અગમ્ય કારણથી જવલનશીલ પ્રવાહી છાંટી દિવાસળી ચાંપી દીધી હતી. જોતજોતામાં ભડભડ સળગી ઉઠેલા દિવ્યેશભાઈ સારવારમાં લઈ જવાયા હતાં. જ્યાં ટુંકી સારવારના અંતે તેઓનું મૃત્યુ થયું છે. મૃતકના પિતા ધરમશીભાઈ ગોવિંદભાઈએ પોલીસને જાણ કરી છે. પોલીસે તેમનું નિવેદન નોંધી આ યુવાનની આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh