Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૨: જામનગર જિલ્લા પેન્શનર સમાજની વાર્ષિક સાધારણ સભા તા. ૧૮-૧૨ને બુધવારે સવારે ૯:૩૦ વાગ્યે શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિની વાડી (સામવેદી શાખા), પંચેશ્વર ટાવર પાસે, જામનગરમાં યોજવામાં આવી છે. જેમાં સંસ્થાના છેલ્લા ૧ વર્ષથી નિયમિત સભ્ય હોય અને તા. ૩૧-૧૨ના ૫ વર્ષ પૂરા કરનારા સભ્યોનું સન્માન કરવામાં આવશે.
સામાન્ય સભામાં ઉપસ્થિત રહેવા માટે સંસ્થાના રજીસ્ટ્રેશન પાસ નિયત ફી ભરીને મેળવી લેવા તેમજ તા. ૩૧-૧૨ના ૭૫ વર્ષ પૂરા કરનાર સંસ્થાના સિનિયર સભ્યોએ પણ અરજી ફોર્મ અને પાસ મેળવવાના રહેશે. આ માટે તા. ૦૧-૧૨ થી તા. ૧૦-૧૨ (જાહેર રજાના દિવસો સિવાય) સાંજે ૪ થી ૬ વાગ્યા દરમિયાન પેન્શનર સમાજ કાર્યાલય, લાલ બંગલો કમ્પાઉન્ડ, સરકીટ હાઉસ, સ્ટાફ ક્વાર્ટર નં. એ-૮, મામા સાહેબના મંદિર પાસે, જામનગરનો સંપર્ક કરવો. ફોર્મ તથા પાસ મેળવવા માટે સંસ્થાનું આઈ કાર્ડ સાથે રાખવા પ્રમુખ ટી.કે. મોદીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial