Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચેકની રકમ મુજબ વળતરનો આદેશઃ
જામનગર તા. ર૧: જામનગરના કૈલાશ પાર્કમાં રહેતા એક આસામી સામે અદાલતમાં રૂ. પ૦ હજારના ચેક પરતની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. અદાલતે આરોપીને તકસીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ વળતરપેટે ચૂકવી આપવાનો હુકમ કર્યો છે.
જામનગરના રણજીત રોડ પર આવેલી પંજાબ બેંક પાસેની રાજગોર ફળીમાં રહેતા એન્જલભાઈ રાજેન્દ્રભાઈ પરમાર પાસેથી તેમના મિત્ર અને ગુલાબનગર રોડ પર આવેલા કૈલાશ પાર્કમાં રહેતા દિપક ચુનિલાલ ચાવડાએ સંબંધદાવે રૂ. પ૦ હજાર ઉછીના મેળવી તેની પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો.
આ ચેક બેંકમાં રજૂ કરાતા અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે પરત ફરતા એન્જલ પરમારે નોટીસ પાઠવ્યા પછી અદાલતમાં ચેક પરતની ફરિયાદ નોંધાવી હતી.
ઉપરોક્ત કેસ ચાલી જતાં અદાલતે ફરિયાદ પક્ષની દલીલોને ગ્રાહ્ય રાખી, તેઓનું લેણું કાયદેસરનું હોવાનું માની આરોપી દિપક ચુનિલાલ ચાવડાને તકસીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા ફટકારી છે. ચેકની રકમ ફરિયાદીને વળતર સ્વરૂપે ચૂકવી આપવાનો તથા તે રકમ ચૂકવવામાં ના આવે તો વધુ છ મહિનાની કેદ ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે. ફરિયાદી તરફથી વકીલ બિમલભાઈ ચોટાઈ, સુમીત સોલંકી, નીલ ચોટાઈ, મોનીલ ગુઢકા રોકાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial