Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કુલ ઉઘરાણી સાત શૂન્યવાળી હોવાની ચર્ચાથી ખળભળાટ
ઓખા તા. ૨૨: ઓખા-મીઠાપુર પંથકમાં રીક્ષાચાલકો સહિત વેપારીઓ પાસેથી દિવાળી બોણી નાં નામે પોલીસ દ્વારા ઉઘરાણા થયા હોવાનો ગણગણાટ થોડા દિવસ પહેલા પડઘાતા મિડીયામાં અહેવાલો પ્રગટ થયા હતાં. જે પછી કાર્યવાહી તો દૂર રહી પરંતુ આ પ્રક્રિયા હજુ પણ ચાલુ હોવાની ચર્ચાએ જોર પકડયું છે.
દિવાળી નિમિત્તે માછીમારો પાસેથી તેમજ રીક્ષાવાળા અને કોન્ટ્રાક્ટરો-ટ્રાન્સપોર્ટરો સહિતનાં ધંધાર્થીઓ પાસેથી પણ ઉઘરાણા થયા હોવાની રાવ ઉઠી છે. આનાકાની કરનારાઓ વિરૂદ્ધ દંડો ઉગામવાની બીક બતાવાઈ હોવાની પણ ગુપચુપ બૂમરેંગ છે.
થોડા દિવસ પહેલા વેપારીઓ પાસેથી ફટાકડાઓ ઉઘરાવી ઝૂંપડપટ્ટીમાં વિતરણ કરવાની પોલીસની રોબિનહૂડ સ્ટાઇલ પણ વેપારીઓમાં નારાજગીનો મુદ્દો બની હતી.
ઉલ્લેખનીય છે કે ઓખા પંથકમાં બૂટલેગર રાજ સહિતનાં મુદ્દે પોલીસની ભૂમિકા શંકાનાં દાયરામાં રહે છે અને અવારનવાર ખાખીને ખરડાવતી ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે ત્યારે ફરી એક વખત દિવાળી બોણીનાં કથિત પ્રકરણમાં પોલીસની છબિને ડાઘ લાગી રહ્યો છે એમ કહી શકાય.
દિવાળીનાં કથિત બોણીમાં મોટાપાયે કલેક્શન થયું હોવાની અને કુલ રકમ ૭ શૂન્યવાળી હોવાની ચર્ચાને પગલે ખળભળાટ થયો છે. આ કથિત પ્રકરણને પગલે સુરક્ષાતંત્ર પર ગંભીર સવાલો ઉભા થાય છે જેને પગલે આ અંગે પોલીસ વડા દ્વારા તપાસ કરવામાં આવે એવી માંગ ઉઠી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial