Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈન્ટરનેશનલ ક્રિમીનલ કોર્ટ દ્વારા
નવી દિલ્હી તા. રરઃ નેતન્યાહુ વિરૂદ્ધ એરેસ્ટ વોરંટ જાહેર થયું છે તેથી આઈસીસી સંલગ્ન દેશોમાં જાય તો નેતન્યાહૂની ધરપકડ થઈ શકે છે.
ઈન્ટરનેશનલ ક્રિમીનલ કોર્ટ (આઈસીસી)માં યુદ્ધ અપરાધના આરોપોનો સામનો કરી રહેલા ઈરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની ધરપકડ માટે વોરંટ જાહેર કરાયું છે. આ આદેશ પર પશ્ચિમી દેશો વહેંચાયેલા જણાય છે. કેટલાક દેશોએ તો એમ પણ કહ્યું છે કે જો નેતન્યાહુ પણ તેમના દેશમાં પગ મૂકશે તો તેઓ તેમની ધરપકડ કરશે. અમેરિકાએ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સામે ધરપકડ વોરંટ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. વ્હાઈટ હાઉસના પ્રવકતા કેરેન જીન પિયરે કોર્ટની નિર્ણય લેવાની પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા છે.
નોંધનીય છે કે, અમેરિકા આઈસીસીનો સભ્ય દેશ નથી. બીજી તરફ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું છે કે, આઈસીસીના સભ્ય હોવાને કારણે હું નિયમોનું પાલન કરીશ. જો નેતન્યાહુ કેનેડા આવશે તો અમે તેમની તાત્કાલિક ધરપકડ કરીશું કેનેડા ઉપરાંત નેધરલેન્ડ અને ઈટાલીએ પણ કહ્યું છે કે જો નેતન્યાહુ તેમના દેશમાં પ્રવેશ કરશે તો તેમની ધરપકડ કરવામાં આવશે. નેધરલેન્ડના વિદેશ મંત્રી કેસ્પર કહ્યું કે, અમે નિયમોનું ૧૦૦ ટકા પાલન કરીશું અને નેતન્યાહુ ડચની ધરતી પર પગ મુકતાની સાથે જ તેની ધરપકડ કરાશે.
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઈન્ટરનેશનલ ક્રિમીનલ કોર્ટના જજ પર પક્ષપાતનો આરોપ લગાવ્યો છે, તેમજ આરોપોને પાયાવિહોણા ગણાવતા તેમણે કહ્યું છે કે, આઈસીસી બંધારણીય રીતે ચૂંટાયેલા વડાપ્રધાન પર ખોટા આરોપો લગાવી રહી છે. અમે સામાનંય લોકોને નિશાન બનાવી રહ્યા નથી. તેના બદલે, અમે જાનહાનિ ટાળવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ માટે, ચેતવણી આપવા માટે ઘણાં પગલાં પણ લેવામાં આવે છે. અમે ભવિષ્યમાં પણ આ રીતે અમારૂ કાર્ય ચાલુ રાખીશું.
ઉલ્લેખનીય છે કે, આઈસીસીએ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને ગેલન્ટ પર માનવતા વિરુદ્ધના ગુનાઓ, જેમાં હત્યા, હેરાનગતિ અને અમાનવીય કૃત્યોનો સમાવેશ થાય છે. એવા આક્ષેપો છે કે ઈઝરાયલે ગાઝામાં નાગરિકોને ભોજન, પાણી અને તબીબી સહાય જેવા આવશ્યક પુરવાઠા પર પ્રતિબંધ મુક્યો છે, જેના કારણે બાળકોના મોત અને ઘણાં લોકોને તકલીફ પડી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial