Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અદાણીના શેરમાં આજે પણ ગાબડું, પરંતુ શેરમાર્કેટ સુધર્યું
મુંબઈ તા. રરઃ આજે સવારથી શેરબજાર સુધર્યું અને સેન્સેક્સ ૧૨૦૦ થી વધુ પોઈન્ટ સુધી ઉછળ્યો છે, પરંતુ અદાણીના શેર્સમાં આજે પણ ગાબડું જોવા મળી રહ્યું છે.
પીએસયુ, આઈટી અને રિયાલ્ટી સેક્ટર્સમાં લેવાલીના પગલે આજે ભારતીય શેરબજાર સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સ સુધારા તરફી ખૂલ્યા પછી ૧૨૦૦ પોઈન્ટ ઉછળ્યો હતો. નિફ્ટી પણ ર૩,૪૦૦ નું લેવલ પરત મેળવતા ર૩,૬૦૮.૯પ ના સ્તરે પહોંચ્યો હતો.
બીજી તરફ અદાણી ગ્રુપ પર રૂ. ર૦૦૦ કરોડના કૌભાંડનો આરોપ મૂકાતા શેર્સ આજે બીજા દિવસે પણ તૂટ્યા છે. સવારે ૧૦-૪ર વાગ્યે નિફ્ટી પ૦,૧૯૦.૩૦ પોઈન્ટ ઉછળી ર૩,પ૪૦.ર૦ પર જ્યારે સેન્સેક્સ ૬૪૦.૦૮ પોઈન્ટ ઉછળી ૭૭,૭૯પ.૮૯ પર ટ્રેડ થઈ રહ્યો હતો અને પછીથી સેન્સેક્સ પેકમાં એસબીઆઈ ર.૩ર ટકા ઉછાળા સાથે ટોપ ગેનર તરીકે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે અદાણી પોર્ટસ ૧.પ૯ ટકા, એક્સિસ બેંક ૦.પર ટકા, એચડીએફસી બેંક ૦.૩૬ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૦૮ ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યા હતાં.
બીએસઈમાં કુલ ટ્રેડેડ ૩૭ર૪ શેર્સ પૈકી રરપપ સુધારા તરફી અને ૧૩૦ર શેર્સ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા હતાં. આ સિવાય રર૯ શેર્સમાં અપર સર્કિટ જ્યારે ૧૩૧ શેર્સ વર્ષની ટોચે પહોંચ્યા હતાં, જો કે ૮૦ શેર્સ વર્ષના તળિયે અને રરપ શેર્સમાં લોઅર સર્કિટ જોવા મળી હતી. રોકાણકારોની મૂડી લાખ કરોડ વધી હતી. ઈન્ફોસિસ, ટીસીએસ, એચસીએલ ટેક, વિપ્રોના શેર્સમાં વોલ્યૂમ વધતા આઈટી ઈન્ડેક્સ ૧.પ૦ ટકા અર્થાત્ ૬ર૪.૮૮ પોઈન્ટ ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. રિયાલ્ટી ઈન્ડેક્સ ૧.૮૬ ટકા અને પીએસયુ ૧.૧૩ ટકા ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતાં.
ગૌતમ અદાણીની ગ્રીન એનર્જી પર અમેરિકામાં લાંચ અને છેતરપિંડીના આરોપો મૂકાયા પછી શેર્સ કડડભૂસ થયા છે. ગઈકાલે ર૦ ટકા સુધીના ઘટાડા પછી આજે પણ અદાણી એનર્જી, અદાણી ગ્રીનના શેર્સ ૬ ટકા સુધી તૂટ્યા હતાં, જ્યારે એસીસી અને અંબુજા સિમેન્ટ ર.૬૮ ટકા, ૩.૧૦ ટકા સુધારે ટ્રેડ થઈ રહ્યા હતાં. અદાણી એન્ટરપ્રાઈઝિસ ર.૦૯ ટકા, અદાણી પોર્ટસ ૧.૪૩ ટકા, અદાણી પાવર ૧.૧૦ ટકા, અદાણી વિલમર ૧.૭૦ ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો.
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે લખ્યું છે કે, તમામ આરોપો શંકાસ્પદ છે. આરોપીને ત્યાં સુધી નિર્દોષ માનવામાં આવે છે, જ્યાં સુધી તે દોષિત સાબિત ન થાય. હવે અમે કાયદાકીય ઉકેલોના વિકલ્પના માર્ગે આગળ વધીશું. અદાણી ગ્રુપે હંમેશાં તમામ કાયદા અને નીતિનિયમોનું પાલન કર્યું છે.
અદાણી ગ્રુપે ખાતરી આપતા કહ્યું છે કે, 'અમે તમામ બિઝનેસ કામગીરીમાં પારદર્શક્તા રાખી છે. નિયામકની જોગવાઈઓના પાલન પ્રત્યે હંમેશાં પ્રતિબદ્ધ છીએ. અમે અમારા તમામ સ્ટેકહોલ્ડર્સ, ભાગીદારો અને કર્મચારીઓને ખાતરી આપીએ છીએ કે, અમે કાયદાનું પાલન કરતું ઓર્ગેનાઈઝેશન છીએ. અમે તમામ કાયદાને અનુસરીને જ કામગીરી કરીએ છીએ.'
જો કે, ગૌતમ અદાણી અને તેના સાથીદારોને માર્કેટમાં રાહત મળે તેમ લાગતું નથી. ગુરુવારે કેન્યા પણ એક પ્રોજેક્ટમાંથી ખસી ગયું હતું. બીજી તરફ રેટિંગ એન્જસીઓએ પણ અદાણીની કંપનીઓને નેગેટીવ રેટીંગ આપવાનું શરૂ કરી દીધું છે. જેના કારણે શુક્રવારે પણ બજાર ખુલતાની સાથે જ અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. અદાણી એન્ટરપ્રાઈઝ સહિતની કેટલીક કંપનીઓના શેર પર સપ્તાહના સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છે. જેના કારણે અદાણી ગ્રુપના માર્કેટ કેપને લગભગ ૭૬ હજાર કરોડ રૂપિયાનું નુક્સાન થયું હોવાના અહેવાલો આવી રહ્યા છે.
છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેન્સેક્સ ૧૨૧૪ પોઈન્ટના વધારા સાથે ૭૮૩૭૦ પર ટ્રેડ થઈ રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial