Advertisement
Author: નોબત સમાચાર

નગરના આસામીને ચેકપરતના કેસમાં પાંચ મહિનાની કેદની સજા

રૂ.  ૮૦ હજારનો ચેક પરત ફર્યાે હતોઃ

જામનગર તા. રરઃ જામનગરના એક આસામીએ રૂ.  ૮૦ હજારનો ચેક પરતની અદાલતમાં ફરીયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને પાંચ મહિનાની કેદની સજા તથા ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે.

જામનગરના અશોકસિંહ હેમતસિંહ ચુડાસમા નામના આસામી પાસેથી રૂ.  ૮૦ હજાર સંજય સી. મકવાણાએ હાથ ઉછીના મેળવી તેની પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો. આ ચેક બેંકમાંથી અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે પરત ફર્યાે હતો.

તે પછી નોટીસ પાઠવવામાં આવી હોવા છતાં બાકી રકમ ચુકવવામાં ન આવતાં અશોકસિંહે અદાલતમાં ફરીયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે બન્ને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી સંજય મકવાણાને તકસીરવાન ઠરાવી પાંચ મહિનાની કેદ તથા રૂ.  ૮૦ હજારનો દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ એક મહિનાની કેદની સજા ફરમાવવામાં આવી છે. ફરીયાદી તરફથી વકીલ મોહસીન ગોરી, જયદેવ જાટીયા રોકાયાં હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh