Advertisement
Author: નોબત સમાચાર

યાત્રાધામ દ્વારકાનો સુદામા સેતુ ખુલ્લા મૂકવા ઊઠતી માંગણી

સવાબે વર્ષથી બંધ પડેલો

દ્વારકા તા. રરઃ દ્વારકા યાત્રાધામની આગવી ઓળખ બનેલ સુદામા સેતુ પ્રવાસીઓ માટે બંધ રહેવાથી લાખોની નુક્સાની થઈ રહી છે અને યાત્રિકોને પણ આ ઝૂલતો પુલની મજા નહીં માળવાનો વસવસો રહેતો હોઈ, સત્વરે આ પુલ ખુલ્લો મૂકવા માંગણી ઊઠી રહી છે.

યાત્રાધામ દ્વારકાની પવિત્ર ગોમતી નદી પર બનાવાયેલ કુટ બ્રીજ સુદામા સેતુ વર્ષ ર૦૧૧ માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને લોક ભાગીદારીથી બનવા શરૂ કરાયા પછી ર૦૧૬ માં લોકાર્પણની સાથે જ ગોમતી ઘાટ અને સામે આવેલ પંચનાદ્ તીર્થ તથા બીચ પર જવા માટેના પ્રમુખ સ્ત્રોત સાથે સાથે દ્વારકાની આગવી ઓળખ પણ બની છે.

દ્વારકા આવતા દરેક યાત્રિક સુદામા સેતુની અચૂક મુલાકાત લેતા અને ગોમતી નદી, જગતમંદિર, સનસેટ અને બીચ લોકેશનના સંગમ સમા જગતમંદિરની નજીક બનેલ સુદામા સેતુ જગતમંદિર પછી પર્યટકોની પ્રથમ પસંદગી બની, પરંતુ આશરે સવાબે વર્ષ પહેલા મોરબી દુર્ઘટના પછી સમારકામના નામે બંધ થયેલ સુદામા સેતુની મરમ્મતની કામગીરી હજુ સુધી ન થતા તંત્ર દ્વારા સલામતીના કારણોસર યાત્રિકો માટે ખુલ્લો મૂકવામાં આવેલ નથી. તેથી યાત્રિકોના આ જ ઝૂલતા પુલની મજા નહીં મળવાનો વસવસો રહી જાય છે.

યાત્રાધામ દ્વારકામાં તાજેતરમાં દિપાવલી પર્વથી દેવ દિવાળી સુધીના પખવાડિયાના વેકેશનના સમયગાળામાં લાખો યાત્રિકોએ મુલાકાત લઈ દ્વારકાધીશના દર્શન કર્યા હોય, સ્વાભાવિક રીતે જો સુદામા સેતુ યાત્રિકો માટે ખુલ્લો રાખી શકાયો હોત તો લાખો યાત્રિકોએ આ બેનમૂન કુટબ્રીજની મુલાકાત લીધી જ હોત. યાત્રિક દીઠ રૂ.  ૧૦ ના ચાર્જ સાથે પ્રવેશ અપાતા આ બ્રીજ બંધ રહેવાથી સુદામા સેતુ સોસાયટીને લાખો રૂપિયાની નુક્સાની ગયાનો અંદાજ છે.

હવે આગામી ડિસેમ્બર માસમાં પણ યાત્રાળુઓની ભરચક્ક સિઝન શરૂ થઈ રહી હોય, લાખો પ્રવાસીઓ નાતાલના વેકેશન તેમજ સમગ્ર ડિસેમ્બર માસમાં યાત્રાધામની મુલાકાતે આવનાર હોય, છેલ્લા સમયમાં અગ્રણીઓએ પણ એકથી વધુ વખત સુદામા સેતુ ખુલે તેવી માંગ ઊઠાવી હોય, ત્યારે વહીવટી તંત્ર સુદામા સેતુને પુનઃ શરૂ કરે તેવી માંગણી ઊઠી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh