Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના એમ.પી. શાહ ઉદ્યોગનગરમાં પિત્તળની બ્લેડની ચોરીનો ભેદ ઉકેલાયો

ચોરાઉ બ્લેડ તથા સાયકલ કરાયા કબજેઃ

જામનગર તા. ૨૨: જામનગરના એમ.પી. શાહ ઉદ્યોગનગરમાં આવેલા એક કારખાનાની બહારથી પિત્તળની ૮૦ કિલો વજનની ત્રણ બ્લેડ મંગળવારે રાત્રે ચોરાઈ ગયાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. પોલીસે શરૂ કરેલી તપાસમાં એક શખ્સ ચોરાઉ બ્લેડ સાથે ઝડપાઈ ગયો છે. તેણે ચોરીની કબુલાત આપી છે. પોલીસે રૂ.  ૪૫ હજારની ત્રણ બ્લેડ અને ત્રણ વ્હીલવાળી સાયકલ કબજે કરી છે.

જામનગરના સરૂ સેક્શન રોડ પર આવેલા એમપી શાહ ઉદ્યોગ નગરમાં જેકપ લેસ પ્રાઇવેટ લિમિટેડ નામના કારખાનામાં મેનેજરની ફરજ બજાવતા પ્રેમનાથ ફૂલનાથએ ગયા મંગળવારની સાંજે પોતાના કારખાનાની બહાર ૩૦ કિલોગ્રામ વજનની એક એવી ત્રણ પીતળની બ્લેડ મુકાવ્યા પછી બુધવારની સવાર સુધીમાં તે બ્લડની ચોરી થઈ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે રૂપિયા ૪૫૦૦૦ની કિંમતની ત્રણ બ્લેડ ચોરી જવા અંગે અજાણ્યા તસ્કર સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી.

તે દરમિયાન આ ચોરીમાં સંડોવાયેલો શખ્સ  જામનગરના દિગ્જામ સર્કલથી જાગૃતિનગર તરફ આવી રહ્યો હોવાની બાતમી સીટી સી ડિવિઝનના સ્ટાફના યશપાલસિંહ, પ્રદીપસિંહ,રામદેવસિંહને મળતા પીઆઇ જે.જે ચાવડાને તેનાથી વાકેફ કર્યા પછી પોલીસે વોચ રાખી હતી.

તે દરમિયાન જામનગરના રામનગર પાસે કુકડા કેન્દ્ર નજીક વસવાટ કરતો અજય પરસોતમ રાઠોડ નામનો શખ્સ મળી આવ્યો હતો. આ શખસની તલાસી લેવામાં આવતા તેની પાસેથી ૯૦ કિલો વજનની પિત્તળની ત્રણ બ્લેડ મળી આવી હતી. આ શખ્સની પોલીસે પૂછપરછ કરતા તેણે ઉપરોક્ત  બ્લેડ મંગળવારે રાત્રે એમપી શાહ ઉદ્યોગ નગરમાં આવેલા એક કારખાનાની બહારથી ચોરી કરી હોવાની કબુલાત આપી છે.પોલીસે રૂપિયા ૪૫૦૦૦ની ત્રણ બ્લેડ તથા ત્રણ વ્હીલ વાળી એક સાયકલ કબજે કરી અજય રાઠોડની ધરપકડ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh