Advertisement
Author: નોબત સમાચાર

કેનેડા કંગાળઃ

કોવિડ સમયે અપનાવેલી ખોટી નીતિઓ નડીઃ

નવી દિલ્હી તા. ૨૨: જસ્ટિન ટ્રુડોની સરકારે કોરોનાકાળમાં અપનાવેલી ખોટી પોલિસીના કારણે કેનેડા કંગાળ થઈ રહ્યું છે. બાળકોના પેટ ભરવા ૨૫ ટકા માતા પિતાએ ભોજનમાં કાપ મૂક્યો.

જસ્ટિન ટ્રુડોના અમુક કેનેડા વિરોધી નીતિઓના કારણે કેનેડામાં રહેતા લોકોએ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે. કેનેડામાં કોવિડ સમયે અપનાવવામાં આવેલી નીતિઓના કારણે મોંઘવારી વધી છે. પરિતામે કેનેડામાં રહેતા ૨૫ ટકા માતા-પિતા પોતાના બાળકોને પર્યાપ્ત ભોજન પણ ઉપલબ્ધ કરાવવામાં અસમર્થ બન્યા છે. આ રિપોર્ટ જાહેર થયા પછી માનવતાવાદી સમુદાયોમાં હાહાકાર મચ્યો છે. એક એનજીઓ સાલ્વેશન આર્મી દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટ અનુસાર મોંઘવારીના કારણે દર ચારમાંથી એક વાલી પોતાના બાળકને સારી રીતે ભોજન આપી શકતા નથી. ૯૦ ટકાથી વધુ લોકોએ જણાવ્યું હતું કે, તેઓએ કિરાણાના સામાન પર ખર્ચો ઘટાડવા કાપ મૂક્યો છે.

ભોજન પર કામ મૂકવા પાછળનું કારણ અન્ય જરૂરિયાતોને પૂરી કરવાનું છે. કેનેડાના લોકોએ ટ્રૂડો સરકારને આ સમસ્યા ઉકેલવા માટે ટેક્સમાં ઘટાડો કરવા માંગ કરી છે. આ રિપોર્ટ મુજબ, કેનેડામાં ફૂટ બેન્કોમાં પણ અછત જોવા મળી છે.મકાનોના ભાડા ચાર ગણા વધ્યા છે. કિરાણાની ચીજોના ભાવ પણ ૫૦ થી ૧૦૦ ટકા વધ્યા છે. આ સ્થિતિને ધ્યાનમાં લેતા કેનેડામાં વસતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને દેશમાંથી હાંકી કાઢવાની યોજના સરકાર બનાવી રહી હોવાના અહેવાલો મળ્યા છે.

કેનેડામાં એક વર્ષમાં ચૂંટણી યોજાવાની છે. એવામાં ટ્રૂડો સરકાર નાગરિકોને આકર્ષવા ઈમિગ્રેશન પોલિસી કડક બનાવી રહી છે.

કેનેડામાં મોંઘવારી આસમાને હોવાથી ૨૪ ટકા માતા -પિતાએ પોતાના અને પોતાના બાળકોના ભોજન પર કાપ મૂક્યો છે. ૯૦ ટકાથી વધુ વાલીઓએ કિરાણા બિલમાં ઘટાડો કરવા પોષણક્ષમ આહારની ખરીદી ટાળી હોવાનું જણાવ્યું છે. કારણકે પોષણક્ષમ આહાર વધુ મોંઘો બન્યો છે. તેઓ પોતાના જીવનની પાયાની જરૂરિયાતો પૂરી કરવા અસક્ષમ બન્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh