Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુર તથા ધરારનગરમાં ગંજીપાનાથી જુગાર રમતાં છ ઝબ્બે

ધ્રોલમાંથી ચાર પત્તાપ્રેમી ઝડપાયાઃ

જામનગર તા. રરઃ જામનગરના ધરારનગર વિસ્તારમાં ગઈરાત્રે જામેલી જુગારની મહેફીલ પર પોલીસે દરોડો પાડી છ પત્તાપ્રેમીને પકડી પાડયા હતાં. પટ્ટમાંથી રૂ.  ૧૦૦પ૦ રોકડા ઝબ્બે લેવાયા છે. ગરીબનગર પાણાખાણમાં ગંજીપાના કુટી રહેલાં ચાર શખ્સ તેમજ જામજોધપુર શહેરમાંથી ચાર શખ્સ રોનપોલીસ રમતા મળી આવ્યા છે. બન્ને સ્થળેથી અનુક્રમે રૂ.  ૧૩૦૪૦ અને રૂ.  ૧૩૨૦૦ કબ્જે કરાયા છે. ધ્રોલમાં તીનપતી રમતા ચાર શખ્સ પોલીસની ગીરફતમાં આવ્યા છે તેમજ રણજીત સાગર રોડ પર હર્ષદમીલની ચાલી પાસે વર્લીના આંકડા લખતો શખ્સ ઝડપાયો છે.

જામનગર શરૂ સેક્શન રોડ પર આવેલા ધરારનગરમાં ગઈરાત્રે જુગારની મહેફીલ જામી હોવાની બાતમી મળતાં સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે પીઆઈ પી.પી. ઝાની સૂચનાથી સલીમ બાપુના મદ્રેસા પાછળ રાત્રે પોણા વાગ્યે દરોડો પાડયો હતો.

આ સ્થળે ગંજીપાના વડે જુગાર રમી રહેલાં સિદીક આમદ જુણેજા, આમદ તમાચીભાઈ સોરા, ઈબ્રાહીમ હાજીભાઈ જુણેજા, યુનુસ હુશેન રાવકરડા, ઈસ્માઈલ ઉમર જુણેજા, કાસમ મામદ જુણેજા નામના છ શખ્સ મળી આવ્યા હતાં. પોલીસે પટ્ટમાંથી રૂ.  ૧૦૦૫૦ રોકડા તથા ગંજીપાના કબજે કરી તમામ સામે જુગારધારાની કલમ-૧ર હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જામનગરના ગરીબનગર પાણાખાણમાં ગઈકાલે સાંજે ગંજીપાનાથી જુગાર રમતા સલીમ કરીમ જેડા, ઓસમાણ જાનમામદ સફીયા, રફીક સલીમ બુચડ, રમેશ ભીખાભાઈ પરમાર નામના ચાર શખ્સને સિટી બી ડિવિઝનના સ્ટાફે પકડી લઈ પટ્ટમાંથી રૂ. ૧૩૦૪૦ રોકડા ઝબ્બે લીધા છે.

જામજોધપુર શહેરમાં લાડવા શેરી પાસે ગઈકાલે સવારે જાહેરમાં રોનપોલીસ રમી રહેલા શાંતિલાલ ગીગાભાઈ શીલુ, પરેશ લખમણભાઈ જોશી, કિરીટભાઈ મોહનભાઈ બગથરીયા, ટપુભાઈ કેશુભાઈ ગંભીર નામના પાંચ શખ્સને જામજોધપુર પોલીસે પકડી લઈ રૂ.  ૧૩૨૦૦ રોકડા અને ગંજીપાના કબજે કરી જુગારધારાની કલમ ૧ર હેઠળ ગુન્હો નોંધ્યો છે.

ધ્રોલ શહેરમાં પટેલ સમાજ પાસે આવેલા ગેસ્ટ હાઉસ પાછળ ગઈકાલે સવારે પોલીસે પૂર્વે બાતમીના આધારે દરોડો પાડતાં ત્યાં તીનપતી રમી રહેલાં ઉતમભાઈ શાલીરામભાઈ સીસોદીયા, કાનજીભાઈ ભારણભાઈ ગઢવી, મહેશભાઈ મેરૂભા ગોદડીયા, કાંતિભાઈ ઈશ્વરભાઈ ડાંગરોચીયા નામના ચાર શખ્સ મળી આવ્યા હતાં. પોલીસે પટ્ટમાંથી રૂ.  ૪૭૬૦ રોકડા કબ્જે કરી લીધા છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી હર્ષદમીલની ચાલી પાસે જાહેરમાં ઉભા રહી વર્લીના આંકડા લખતા હેમજીભાઈ નાથાભાઈ જોરીયા નામના શખ્સને સિટી એ ડિવિઝનના સ્ટાફે પકડી તેના કબ્જામાંથી રોકડ તેમજ વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી કબ્જે કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh