Advertisement
Author: નોબત સમાચાર

કેન્દ્રની રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણની ટીમે જામનગરમાં બેઠક યોજી

ઉદ્યોગને નડતી મુશ્કેલીનો ઉકેલ લાવવા માર્ગ મળશે

જામનગર તા. રરઃ ભારત સરકારની રાષ્ટ્રીય નમુના સર્વેક્ષણ કચેરી (એન.એસ.એસ.ઓ) ની ટીમનું ગઈકાલે જામનગરમાં આગમન થયું હતું. આ ટીમ ઉદ્યોગો અને ખાસ કરીને બ્રાસ ઉદ્યોગના વિકાસનું મૂલ્યાંકન કરવા માટે આવી હતી.

સવારે શરૂ થયેલ બેઠક મોડી સાંજ સુધી ચાલુ રહેવા પામી હતી અને સર્વે કામગીરીમાં ઉદ્યોગકારો સાથે તકનીકી વિષયે વાતચીત કરવામાં આવી હતી, જેથી ઉદ્યોગકારોને નડતી મુશ્કેલીનો ઉકેલ લાવી શકાય.

ભારત સરકારની એન.એસ.એસ.ઓ. કચેરી ૧૯પ૦ થી ભારતમાં જુદા-જુદા સર્વેક્ષણો કરી રહી છે. વાર્ષિક ઉદ્યોગ સર્વેક્ષણ ભારતમાં ઔદ્યોગિક આંકડાનો મુખ્ય સ્ત્રોત છે.

આ સર્વે ર૦૦૮ ના સંગ્રહ આંકડા અધિનિયમન અને વર્ષ ર૦૧૧ માં બનાવાયેલા નિયમો હેઠળ આર્થિક ધોરણે કરવામાં આવે છે.

આ સર્વેનો હેતુ વર્ષ ર૦ર૩-ર૪ એ.એસ.આઈ. રિટર્નને સમયસર ભરવા માટે ઉદ્યોગ એકમ/સાહસિકને ર૩.૧૪ શેડ્યુલ્સના સંકલનની પ્રક્રિયાને સમજાવવા માટે જાગૃત કરવાનો છે.

આ સર્વેનું ઉદ્ઘાટન એન.એસ.ઓ., એમ.ઓ. એસ.પી.એલ.ના પ્રાદેશિક કચેરી-અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ડો. નિયતિ જોષીએ કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા આંકડા અધિકારી બિનલ સુથાર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર શોભના રાઠોડ, ફેક્ટરી ઓનર્સ એસો.ના પ્રમુખ લાખાભાઈ કેશવાલા, પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસો.ના પ્રમુખ દિનેશભાઈ ડાંગરિયા ઉપસ્થિત રહ્યા હતાં.

આ સર્વેમાં ઉદ્યોગના ઘરેલુ ઉત્પાદનમાં (જીડીપી) યોગદાનનો અંદાજ પણ મળી શકે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh