Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
(જિતેન્દ્ર ભટ્ટ દ્વારા)
સરકારની ત્રિદિવસીય ૧૧મી ચિંતન શિબિરનો પવિત્ર સોમનાથમાં ગઈકાલથી પ્રારંભ થયો છે. મંત્રીમંડળ, ઉચ્ચ અધિકારીઓ ત્રણ દિવસ વિવિધ વિકાસલક્ષી મુદ્દા પર ચિંતન, મંથન કરશે. જેથી ગુરૂવારથી શુક્રવાર મંત્રીની ચહલપહલ અને લોકોની હાજરી દેખાઈ હતી. બુધવારે સવારે ચોથી જાગીર પત્રકારો સાથે બપોરનું ભોજન લીધા બાદ અમદાવાદમાં એકતા કપૂરની 'સાબરમતી ટ્રેન' ફિલ્મ નિહાળી બધાં જ ચિંતન કરવા સોમનાથ દાદાના શરણે દાદા તરીકે ઓળખાતા મુખ્યમંત્રી સહિત પહોંચી ગયા છે.
રચનાત્મક વાતની સાથે એક વયોવૃદ્ધ ચોથા સ્તંભે જણાવ્યું કે રાજ્યમાં 'નકલી'ની બોલબાલા છે. સરકારી નાણાનો બેફામ ઉપયોગ, દારૂ-ડ્રગ્સનું દુષણ, ખૂન, બળાત્કારથી ક્રાઈમ રેટ ઊંચાઈ પર છે ત્યારે કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલનું કૌભાંડ બહાર આવતા આરોગ્ય વિભાગે તાત્કાલીક ડોકટર સહિત નવા સ્ટાફની ભરતીના આદેશ કર્યા છે. ત્યારે 'ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા' જેવો ઘાટ ઘડાયો છે.
બીજા એક વયોવૃદ્ધ પત્રકારે જણાવ્યું કે મારી તેરમી સરકારમાં આવી ઘટના કમનસિબે જોઈ નથી. વાહવાહી કરનાર સેંકડો લોકો છે પણ કાન આમળવા વાળા જૂજ છે. તેમને ભોજન સમારંભમાં જોઈને ચોંકી ઊઠ્યા હતાં.
શંકરસિંહની હેટ્રીક
રાજકારણમાં કોઈ નિવૃત્ત થતું નથી. મૂળ ભાજપ ગોત્રના શંકરસિંહજી વાઘેલા ભાજપ, કોંગ્રેસ રાજપ અને હવે ત્રીજી રાજકીય પાર્ટી બનાવી રહ્યા છે, તેમજ એક અંગત મિત્રએ જણાવ્યું કે 'દાંત વગરનો સિંહ' આજે પણ ગર્જના કરી શકે છે. આજના કોઈ રાજકીય આગેવાનો બાપુનું વાંકુ બોલી શકતા નથી.
ખંભાળીયાએ રંગ રાખ્યો
ડાહ્યાભાઈ નકુમની રાસ-ગરબા મંડળીએ ધંધુકા ગામના ચાકુર ગામમાં પદ્મભૂષણ જોરાવરસિંહ જાદવ દ્વારા એક સગ્રાહલયના શુભારંભમાં મોટા ગજાના નેતાઓ તથા કલાકારોએ પોતાની કલાકૃતિ રજુ કરી હતી. તેમાં જામખંભાળીયાની બહેનો દ્વારા રાસ ગરબા આરતીની પ્રસ્તુતિને ધંધુકા ગામડાઓએ માણી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial