Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા નાકા પાસે આવેલા કલાસીસની જગ્યા તુરંત ખાલી કબ્જે સોંપી આપવા અદાલતનો આદેશ

ચડત લાયસન્સ ફી પેટે ૨૧ લાખ પણ આપવા પડશેઃ

જામનગર તા. ૨૨: જામનગરના ખંભાળિયાના નાકા પાસે આવેલા ટંકારીયા કલાસીસવાળી જગ્યાનો કબ્જો તેના મકાન માલીકને સોંપી આપવા અને ચડત લાયસન્સ ફી પેટે રૂપીયા ૨૧ લાખ પણ ભરપાઈ કરવા અદાલતે આદેશ કર્યો છે તે જગ્યા અંગે કરાયેલો દાવો નીચેની અદાલતમાં ચાલી જતાં ડિસમીસ થયો હતો. તેની સામે કરાયેલી અપીલમાં ઉપરોકત હુકમ કરવામાં આવ્યો છે.

જામનગરના ખંભાળિયા નાકા વિસ્તારમાં હિતેશ ટંકારીયા નામના આસામી દ્વારા ધો. ૮ થી ટી.વાય. સુધીના ટયુશન કલાસ, ટંકારીયા કલાસીસના નામથી ચલાવવામાં આવે છે. તે જગ્યામાં કબ્જો મહેન્દ્રભાઈ પાઠક તથા મુળવંતભાઈ મહેન્દ્રભાઈ પાઠક પાસે હતો તેઓએ કલાસીસ શરૂ કરવા માટે અગાઉ ભાગીદારી પેઢી ઉભી કરી હતી.

ત્યાર પછી ભાગીદારી પેઢીનું વિસર્જન કરવામાં આવ્યું હતું અને એક ભાગીદાર હિતેશ ટંકારીયાને તે જગ્યા ૧૧ મહિના માટે વાપરવા માટે આપવામાં આવી હતી. આ બાબતનું એગ્રીમેન્ટ પણ કરવામાં આવ્યું હતું અને તેના લાયસન્સની અપીલ માટે રૂ.  ૯ હજાર નકકી કરવામાં આવ્યા હતાં.

તે મુદ્ત પૂર્ણ થતાં હિતેશ ટંકારીયાએ જગ્યા ખાલી ન કરી આપી હતી તેથી પરવાનો આપનાર વ્યકિતએ અદાલતમાં દાવો કર્યો હતો પરંતુ મુળ માલીક પાસેથી મનહરબેન ઉર્ફે મીરાબેન મહેન્દ્રભાઈ પાઠકના નામનો વેંચાણ દસ્તાવેજ કરવામાં આવતાં તેઓએ જગ્યા ખાલી કરાવવા તથા ચઢત લાયસન્સ ફી વસુલ મેળવવા નવો દાવો અદાલત સમક્ષ રજૂ કર્યો હતો. તે અંતર્ગત હિતેશ ટંકારીયાએ અદાલતમાં દલીલ કરી હતી કે, તેમની સામે બીજો દાવો ન થઈ શકે. તેમજ પોતે અગાઉથી જ ભાડુત પણ છે અદાલતે ભાડુત હોવાનો બચાવ માન્ય રાખી વાદી મીરાબેન મકાન માલીક ન હોવાથી તેમનો દાવો રદ્ કર્યો હતો.

તે હુકમ સામે ઉપરની અદાલતમાં અપીલ કરાવી હતી અને તે અપીલમાં પરવાનેદારે કેટલાક ટેકનીકલ મુદ્દા ઉભા કર્યા હતાં. પરંતુ તે પેલેન્ટ તરફથી રજૂ થયેલી દલીલો કરાઈ હતી કે ભાગીદારી પેઢીના કારણે જ તેઓ કબ્જેદાર બન્યા છે અને તે પહેલાં કયારેય કબ્જેદાર ન હતા અને પરવાનેદાર કાયમ પરવાનેદાર જ રહે છે તેઓ માલીક કે ભાડુત બની શકતા નથી. આથી અદાલતે ટંકારીયા કલાસીસ વાળી જગ્યા ખાલી કબ્જે મકાન માલીક એપેલેન્ટને સોંપી આપવા અને ચડત લાયસન્સ ફી રૂપીયા ૨૧ લાખ ચૂકવી આપવા હુકમ કર્યો છે. એપેલેન્ટ તરફથી વકીલ હિતેન ભટ્ટ હાજર રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh