Advertisement
Author: નોબત સમાચાર

અદાણી દોષિત પૂરવાર થાય તો ?

અમેરિકાની તપાસ એજન્સી ભારત સરકાર સમક્ષ પ્રત્યાર્પણની માંગણી કરી શકે પણ...?

નવી દિલ્હી તા. રરઃ ગૌતમ અદાણી પરના આરોપો પૂરવાર થઈ જાય તો તેને અમેરિકાના કાયદા મુજબ તો રપ વર્ષની સજા અને દંડ બન્ને થઈ શકે, પરંતુ તે માટેની પ્રક્રિયા લાંબી અને જટિલ છે. એટલું જ નહીં, આ માટે અમેરિકા પ્રત્યાર્પણની માંગણી કરે અને ભારત સ્વીકારે, તેવી સંભાવના પણ ઓછી જણાય છે.

અમેરિકામાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી પર ર૬૦ મિલિયન ડોલરની લાંચ આપવાનો અને મામલો છૂપાવવાનો આરોપ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરીને પીએમ મોદી પર ગૌતમ અદાણીને બચાવવાનો આરોપ પણ લગાવ્યો હતો.

મીડિયા રિપોર્ટસ અનુસાર ગૌતમ અદાણી અને તેના ભત્રીજા સાગર અદાણી માટે અમેરિકામાં ધરપકડ વોરન્ટ જારી કર્યું છે. યુએસમાં જસ્ટિસ ડિપાર્ટમેન્ટના ક્રિમિનલ ડિવિઝનના ડેપ્યુટી આસિસ્ટન્ટ એટર્ની જનરલ લિસા એચ. મિલરે અદાણી અને તેના સહયોગીઓ પર ભારત સરકારના અધિકારીઓને લાંચ આપવા અને ભ્રષ્ટાચાર અને છેતરપિંડી દ્વારા સોલાર એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવાનો આરોપ મૂક્યો છે.

વિવિધ અભિપ્રાયો મુજબ હાલમાં ગૌતમ અદાણી ભારતમાં છે. યુએસ તપાસ એજન્સી તેના પ્રત્યાર્પણ માટે વિનંતી કરી શકે છે. જો કે, ભારતીય અદાલતો નક્કી કરશે કે આ આરોપ ભારતીય કાયદા હેઠળ લાગુ પડે છે કે કેમ. જો અદાણી પ્રત્યાર્પણનો વિરોધ કરી શકે છે. જેથી આ પ્રક્રિયામાં વિલંબ થાય. અમેરિકાના કાયદા મુજબ જો અદાણી દોષી સાબિત થાય તો તેને લાંચ લેવા બદલ પાંચ વર્ષ સુધીની જેલ થઈ શકે છે. આ સિવાય છેતરપિંડી અને ષડ્યંત્રના આરોપમાં ર૦ વર્ષ સુધીની સજા થઈ શકે છે. આમ કુલ રપ વર્ષની સજા ઉપરાંત તેમને ભારે દંડ પણ થઈ શકે છે. કોઈપણ સજા નક્કી કરવી આખરે કેસ સંભાળતા જજ પર નિર્ભર હોય છે.

અદાણીની કાનૂની ટીમ કોઈપણ દોષારોપણ સામે અપીલ કરી શકે છે. જે કાનૂની લડાઈને લંબાવી શકે છે. અદાણી ગ્રુપની પેટા કંપની અદાણી ગ્રીન પર રૂ.  ર૬પ મિલિયન ડોલરની લાંચ અને છેતરપિંડીના આરોપ અદાણી ગ્રુપે ફગાવી દીધા છે. અદાણી ગ્રુપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 'યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને એસઈસી દ્વારા અદાણી ગ્રીનના ડિરેક્ટર્સ વિરૂદ્ધ મૂકાયેલા તમામ આરોપો પાયાવિહોણા છે.'

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh