Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાશનકાર્ડનું આધારકાર્ડ સાથે લીકીંગનું ગતકડું
જામનગર તા. ૨૨: જામનગરના આધાર કાર્ડ કેન્દ્રમાં અરજદારોની કામગીરી થતી નથી આથી તેઓ પરેશાન થઈ રહ્યા છે. લોકો વહેલી સવારથી કતારોમાં ઊભા રહે છે પરંતુ તેમને ટોકન મળતા નથી. ખાસ કરીને બીમાર, વૃદ્ધોની હાલત વધુ કફોડી બને છે.
રાશનકાર્ડમાં ખાધ પુરવઠો મેળવતા ધારકોએ આધાર કાર્ડ સાથે લીંક કરાવવું ફરજીયાત કરવામાં આવ્યું છે. સરકારના સમયાંતરે પ્રસિદ્ધ થતા ગતકડાથી સામાન્ય પ્રજા પરેશાન થઈ રહી છે.
હવે આ નવા ફરમાનથી આધાર કાર્ડમાં સુધારા કરાવવા માટે અરજદારો વહેલી સવારથી લાઈનો લગાવી રહ્યા છે. પરંતુ દરરોજ અરજદારો ધક્કા ખાઈ રહ્યા છે પણ તેમના કામ થતા નથી. નામ સુધારો સહિતની કામગીરી માટે અરજદારો આધાર કાર્ડ સેન્ટરની મુલાકાતે જાય છે પરંતુ ટોકન પૂરતી સંખ્યામાં મળતા નથી આથી દરરોજ ૩૦૦ માંથી ૨૦૦ અરજદારોને પરત મોકલવામાં આવે છે.
એક વૃદ્ધાના જણાવ્યા મુજબ તેઓ ત્રણ દિવસથી ધક્કા ખાય છે પરંતુ તેનો વારો આવતો નથી. શું સરકાર નવા નવા ગતકડા ઊભા કરી લોકોને ધંધે લગાડવામાં વ્યસ્ત છે? અથવા વધુ કેન્દ્રો ખોલી શકે નહીં?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial