Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
                                                    બે મહિલા અને ત્રણ શખ્સની કરાઈ ધરપકડઃ
દ્વારકા તા. ૨૨: દ્વારકામાં એક વૃદ્ધને ત્રણેક દિવસ પહેલા મળી ગયેલી બે અજાણી મહીલાએ વાતોમાં વળગાડ્યા હતા. અને ત્યાં ધસી આવેલા ત્રણ અજાણ્યા શખ્સે માર મારી મોબાઈલમાંથી રૂ. ૩૯ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધાની અને આવી જ રીતે અન્ય એક વૃદ્ધની પણ રૂ. ૪ હજારની રકમ લુંટી લેવાયાની ફરિયાદ પોલીસમાં કરાઈ હતી. પોલીસે આ ગુનામાં બે મહિલા સહિત્ ા પાંચેય આરોપીને પકડી પાડ્યા છે.
દ્વારકા શહેરમાં રહેતા એક વૃદ્ધ ગયા મંગળવારે પોતાના મોટરસાયકલ પર મંદિરેથી ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે તેઓને રસ્તામાં બે અજાણી મહિલાએ રોકી પોતે દ્વારકામાં કંઈ જોયું નથી તેથી પટેલ સમાજ પાસે મૂકી જવાની વાત કરતા આ વૃદ્ધ તે મહિલાઓને મોટરસાયકલમાં બેસાડી મુકવા માટે ગયા હતા.
તે પછી એક બગીચા પાસે તેઓને ઉભા રાખી વાતો કરવાની લાલચ બતાવી આ મહિલાઓએ વાતોની માયાજાળ ઊભી કરી હતી.તે દરમિયાન ત્યાં ધસી આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ આ વૃદ્ધને ઢીકાપાટુથી માર મારી તેઓનો મોબાઇલ લીધો હતો. તે પછી મોબાઇલમાંથી રૂપિયા ૩૯ હજારની રકમ નજીકમાં આવેલા એક પેટ્રોલપંપના ક્યુ આર કોડમાં સ્કેન કરાવી કઢાવી લેવાઈ હતી.
આ બાબતની તે વૃદ્ધે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.તેની તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી. આવી જ રીતે અન્ય એક વૃદ્ધની પણ રૂપિયા ચાર હજારની રકમ લૂંટી લીધાનું તપાસમાં ખુલ્યું હતું.પોલીસે તે વિસ્તારના
સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા. જેમાં આજે આરોપીની ઓળખ મળી જવા પામી હતી. જેના આધારે પોલીસે ગઈકાલે રાહુલભા જલુભા ઉકરડાભા જામ, રમેશ કાનજીભાઈ સંઘાર,સુમિત જીતેન્દ્ર ચિંતામણી તથા સોનલ રાહુલ જામ અને સુનીતા રમેશભાઈ સંધાર નામના પાંચેય આરોપીને પકડી પાડ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial