Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતની (મંદ) ગતિશીલ સરકાર !!
ખંભાળીયા તા. ૨૨: ખંભાળીયામાં ૧૨૦ વર્ષ જુના કેનડી પુલ જર્જરીત થઈ જતાં લોકોને ચાલવા માટે પણ યોગ્ય ના હોવાના અભિપ્રાય પછી રસ્તો બંધ કરાયો છે એ બીજા નંબરની વાત છે કે તાજેતરમાં ૯૬ ઈંચ વરસાદમાં અનેક વખત પૂર આ પુલની નીચેથી નીકળ્યા છતાં કાંકરી પણ ખરી નથી ત્યારે ડિસેમ્બર ૨૦૨૩માં કરોડો રૂપિયા ફાળવેલ આ પુલ માટે હજુ ટેન્ડર પણ બહાર ના પડતા ઢીલી કાર્યવાહી ભારે ટીકાપાત્ર બની છે!!
અગિયાર-અગિયાર મહિના જેવો લાંબો સમય વીતી જવા છતાં હજુ સુધી સંબંધિત તંત્ર દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું નથી. ડિઝાઈનનું કામ ચાલુ છે તેવા બહાનાના કારણે આ કામમાં અક્ષમ્ય વિલંબ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં એક વર્ષમાં તમામ ચીજ વસ્તુઓ, મજુરી ભાવમાં વધારો થયો હોવાથી આ બી્રજના નિર્માણ ખર્ચમાં પણ વધારો થશે.
લોકો રમુજ અને ટીકા કરે છે કે કરોડો રૂપિયા મંજુર થયા પછી જો એક વર્ષ ટેન્ડર બહાર પાડવામાં લાગતું હોય તો પુલ બનાવવા કેટલા વર્ષ લાગશે? તે પણ ગંભીર પ્રશ્ન છે કે ત્યાં સુધી લોકોને રોજ આઠ કિલોમીટર ફરીને આવવાનું અને તંત્રને ગાળો દેવાની કે શું?
આ પુલનું કામ રાજ્ય સરકારમાં ભલામણ-રજુઆત કરનારા રાજકીય નેતાઓ પણ વિકાસ કામમાં આટલો વિલંબ શા માટે થઈ રહ્યો છે તે અંગે અજાણ અથવા નિષ્ક્રિય રહ્યા હોવાની ચર્ચા થઈ રહી છે. રાજકીય નેતાઓ સંબંધિત તંત્રોના અધિકારીઓને ઝડપથી કામો પૂર્ણ કરવા સૂચના આપે છે પણ આવી સૂચના કે આદેશની દરકાર કરવામાં આવતી નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial