Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ઠંડી વધીઃ લઘુતમ તાપમાન ૧૪.પ ડીગ્રી

જામનગરમાં એક જ દિવસમાં ૩ ડીગ્રીનો કડાકોઃ

જામનગર તા. રરઃ જામનગરમાં એક જ દિવસમાં તાપમાનમાં ૩ ડીગ્રીનો કડાકો થયો છે. લઘુતમ તાપમાન ૧૪.પ ડીગ્રીએ પહોંચી જતા ઠંડીમાં વધારો થયો હતો.

જમ્મુ-કાશ્મીરમાં થયેલ હિમવર્ષા પછી પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં તાપમાનમાં ટાડો થઈ રહ્યો છે. ઉત્તર ભારતના ઠંડા પવનો ગુજરાતમાં પ્રવેશતા રાજ્યમાં પણ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે.

જામનગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ૩ ડીગ્રીના કડાકા સાથે લઘુતમ તાપમાન ૧૪.પ ડીગ્રીએ પહોંચી ગયું હતું તથા અડધો ડીગ્રી ઘટીને મહત્તમ તાપમાન ૩૦ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં શિયાળાએ ગતી પકડી લીધી છે. નગરસીમ અને ગ્રામ્ય પંથકમાં તથા ધોરીમાર્ગો પર વધારે ઠંડી અનુભવાઈ રહી છે. વહેલી સવારે કામ પર જતા લોકોએ ગરમ વસ્ત્રો પહેરવાનું શરૂ કરી દીધું છે. આ ઉપરાંત ધીમે-ધીમે ગરમ કપડાની દુકાનો તથા લારીઓ પર ગ્રાહકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

નગરમાં શુક્રવારે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન ત્રણ ટકા ઘટીને વાતાવરણમાં ભેજનું પ્રમાણ પ૭ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧પ થી ર૦ કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh