Advertisement
Author: નોબત સમાચાર

પટેલ કોલોનીમાં દુકાનમાં શોર્ટ સરકીટ થતા આગ લાગીઃ અનાજ, ફર્નિચર ખાખ

બે સ્થળે ખુલ્લા કચરામાં પણ આગઃ

જામનગર તા. રરઃ જામનગરના પટેલ કોલોની વિસ્તારની શેરી નં. નવમા આવેલી પ્રોવિઝન સ્ટોરના ગઈ રાત્રે શોર્ટ સરકીટ થવાના કારણે આગ ભભૂકી ઊઠી હતી તે દુકાનમાં અનાજનો જથ્થો, ફર્નિચર સળગી ગયા હતાં, જ્યારે બેડેશ્વર તથા બેડેશ્વર રોડ પર કચરાના ઢગલામાં પણ આગ ભભૂકી હતી, ત્યાં દોડી ગયેલા ફાયરના સ્ટાફે આગને બુઝાવવાની કામગીરી કરી હતી.

જામનગરના પટેલ કોલોની શેરી નં. નવના છેવાડે આવેલી જય જલારામ પ્રોવિઝન નામની દુકાનમાં ગઈકાલે રાત્રે શોર્ટ સરકીટ થવાના કારણે આગ ભભૂકી ઊઠી હતી. રાત્રે બેએક વાગ્યે આગ લાગતા તે વિસ્તારમાં રહેતા નાગરિકો જાગી ગયા હતાં. તેઓએ દુકાનના માલિક તથા ફાયરબ્રિગેડને જાણ કરી હતી.

દોડી આવેલા ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતાં. આગ બૂઝાવાઈ તે પહેલા દુકાનમાં રાખવામાં આવેલો અનાજનો કેટલોક જથ્થો, કરિયાણું સહિતનો સામાન સળગીને ખાખ થઈ ગયો હતો. ફર્નિચર પણ ખાખ થઈ જવા પામ્યું હતું.

આગનો બીજો બનાવ બેડેશ્વર રોડ પર મહાકાળી સર્કલ નજીક ખુલ્લા પ્લોટમાં પડેલા કચરાના ગંજમાં આગ ભભૂકી ઊઠી હતી. ત્યાં પણ ફાયરબ્રિગેડની ટીમ ધસી ગઈ હતી. તે ઉપરાંત બેડેશ્વરમાં સંજય ઓઈલમીલ પાસે કચરાના પડેલા ઢગલામાં આગ ભભૂકી ઊઠી હતી. દોડી ગયેલા ફાયરબ્રિગેડે તે સ્થળે પણ આગને કાબૂમાં લીધી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh