Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાલપુરમાં આંગણવાડીના બાળકો અને લાભાર્થી માટે
જામનગર તા. ૨૨: ચાલુ માસે પોષણ માસ ૨૦૨૪ અંતર્ગત આઈસીડીએસ ઘટક લાલપુરમાં બાળવિકાસ યોજના અધિકારી જયોત્સનાબા જાડેજાના માર્ગદર્શન હેઠળ આંગણવાડીના બાળકો અને વાલીઓ માટે ભાવિ માતા-પિતા સન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં બાળકના સારા ઉટ્ઠેર માટે માતા તથા પિતાની ભૂમિક કેવી હોવી જોઈએ, સ્તનપાન અને ઉપરી આહારનું મહત્ત્વ, બાળકના પ્રથમ એક હજાર દિવસની કાળજી વિશે સીડીપીઓ લાલપુર દ્વારા સફળ ભાષામાં માહિતી આપવામાં આવી હતી. તેમજ લાલપુર તાલુકા આરોગ્ય અધિકારી ડો. પી.ડી. પરમાર અને ડો. ભાવેશભાઈ બેરાએ સગર્ભાવસ્થાની જાણ થતાં ઝડપથી નજીકના આરોગ્ય કેન્દ્રમાં રજીસ્ટ્રેશન માટેની પદ્ધતિ, આયુર્વેદ ઉપચાર પદ્ધતિના લાભ, સરળ જીવન પદ્ધતિ, સગૃભાવસ્થા દરમિયાન યોગ્ય આહાર વિહાર અને બાળકોની સારી ટેવો માટે માતા-પિતાએ લેવાની કાળજી વિશે જણાવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય દ્વારા કરવામાં આવી હતી અને આંગણવાડીના ભૂલકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સર્વે માટે ક્વિઝ કોમ્પિટીશન અને એક મિનિટની ગેમનું આયોજન કરાયું હતું. જેમાં પ્રોત્સાહન સ્વરૂપે ઈનામ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ૭૦ લાભાર્થીઓ સંમિલીત બન્યા હતા તેમ આઈસીડીએસ ઘટક લાલપુર દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial