Advertisement
Author: નોબત સમાચાર

ભેજજીમાં ૧૦ નક્સલીઓ ઠારઃ મળી આવ્યા હથિયાર

છત્તીસગઢના સુકમામાં એન્કાઉન્ટરઃ

રાયપુર તા. રરઃ છત્તીસગઢના સુકમા સેક્ટરના ભેજ્જીમાં એક અથડામણ પછી ૧૦ નક્સલીઓ ઠાર કરાયા હોવાના અહેવાલો છે.

છત્તીસગઢના સુકમામાં શુક્રવારે જવાનો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ છે. જેમાં ૧૦ નક્સલીઓ માર્યા ગયા હોવાનું સામે આવ્યું છે. ભેજ્જી વિસ્તારમાં નક્સલીઓ અને જવાનો વચ્ચે અથડામણ ચાલી રહયું છે. સુકમાના એસપી કિરણ ચૌહાણે જણાવ્યું કે, અત્યાર સુધી ૧૦ નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા છે. સાથે જ એકે-૪૭, એસએલઆર સહિત અન્ય હથિયારા મળી આવ્યા છે.

બસ્તરના આઈજી પી. સુંદરરાજે કહ્યું કે એક દિવસ પહેલા માહિતી મળી હતી કે નક્સલવાદીઓ ઓડિશા થઈને છત્તીસગઢમાં પ્રવેશ્કય છે. આ પછી સૈનિકોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન નક્સલીઓએ ભેજ્જી વિસ્તારમાં ગોળીબાર શરૂ કરી દીધો. જવાબી કાર્યવાહીમાં જવાનોએ પણ ગોળીબાર કર્યો હતો. આ એન્કાઉન્ટરમાં ૧૦ નક્સલવાદીઓ માર્યા ગયાના સમાચાર છે. ઘટના સ્થળેથી ત્રણ ઓટોમેટિક ગન અને અન્ય ઘણા હથિયારો મળી આવ્યા છે.

અધિકારીએ કહ્યું કે આ વિસ્તારમાં ડીઆરજી અને સીઆરપીએફની ટીમ સાથે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. જે વિસ્તારમાં જવાનો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ રહી છે તે વિસ્તાર જંગલથી ઘેરાયેલો છે. નજીકમાં પર્વતો છે. આ એન્કાઉન્ટર ડીઆરજી અને સીઆરપીએફ સૈનિકો સાથે કોરાજુંગુડા, દંતેસપુરમ્, અને ભંડારપાદર ગામોની નજીકના જંગલોમાં થયું હતું.

ઉલ્લેખનિય છે કે પાંચ દિવસ પહેલા જ છત્તીસગઢના કાંકેરમાં સૈનિકો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થયું હતું, જેમાં પાંચ નક્સલી ઠાર મરાયા હતાં. પોલીસે તેમની પાસેથી એક એસએલઆર અને ૧ર બોરની રાઈફલ સહિત મોટી માત્રામાં કારતૂસ જપ્ત કર્યા હતાં. રવિવારે જ સૈનિકોએ છત્તીસગઢના બલરામપુરમાં નક્સલવાદીઓના એક મોટા કાવતરાને નિષ્ફળ બનાવ્યો હતો. સૈનિકોએ રસ્તાના કિનારે સર્ચ ઓપરેશન દરમિયાન લગભગ ૪ કિલો વજનનો આઈડી ટિફિન બોમ્બ નિષ્ક્રિય કર્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh