Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જસ્ટિસ ટુડો સરકાર બેકફૂટ પર... કેનેડિયન મીડિયા રિપોર્ટને ખોટો ગણાવાયો... આરોપોને નિરાધાર ગણાવાયા... ડિપ્લોમેટિક સફળતા...
નવી દિલ્હી તા. રરઃ ખાલિસ્તાની આતંકવાદી નિજ્જર હત્યાકાંડના કેસમાં કેનેડાની જસ્ટિસ ટ્રુડો સરકાર બેકફૂટ પર આવી ગઈ છે અને એવી સત્તાવાર સ્પષ્ટતા કરી છે કે આ કેસમાં પી.એમ. મોદી, વિદેશમંત્રી જયશંકર, સુરક્ષા સલાહકાર અજીત ડોભાલનો કોઈ હાથ નથી. કેનેડિયન મીડિયા પાસે આ અંગેના કોઈ પુરાવા પણ નહી હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે.
ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસમાં કેનેડાની જસ્ટિન ટ્રુડો સરકાર હવે બેકફૂટ પર છે. કેનેડાની સરકારે એક નિવેદન જાહેર કર્યું છે. જેમાં કહ્યું કે, 'ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા સહિત કેનેડમાં કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા હોવાના કોઈ પુરાવા નથી.'
અહેવાલો મુજબ કેનેડા સરકારે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશમંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અનજીત ડોભાલની દેશમાં કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં કોઈ ભૂમિકા નથી, અને તેઓની સામે કોઈ પુરાવા પણ નથી.'
આ સ્પષ્ટતા કેનેડાના એક અખબારમાં પ્રકાશિત થયેલા અહેવાલ પછી કરવામાં આવી છે. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતે નિજ્જરની હત્યાનું કથિત કાવતરૂ ઘડ્યું હતું, પરંતુ હવે કેનેડાની સરકારે આ આરોપોથી પોતાને દૂર રાખ્યા છે અને સ્પષ્ટ કર્યું છે કે તેને આ આરોપો અંગે કોઈ પુરાવા મળ્યા નથી. આ સંબંધમાં મીડિયા રિપોર્ટ સંપૂર્ણપણે ખોટો અને શંકાસ્પદ છે.
આ પહેલા આ અહેવાલને પણ ભારતે નકારી કાઢ્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, 'અમે સામાન્ય રીતે મીડિયાના અહેવાલો પર ટિપ્પણી કરતા નથી, જો કે કેનેડાના સરકારી સ્ત્રોત દ્વારા અખબારને આપવામાં આવેલા આવા હાસ્યાસ્પદ નિવેદનોને તે જ તિરસ્કાર સાથે બરતરફ કરવા જોઈએ. અમારા પહેલેથી જ વણસેલા સંબંધોને વધુ નુક્સાન પહોંચાડે છે.'
ઉલ્લેખનિય છે કે, હરદીપસિંહ નિજ્જર ખાલિસ્તાની આતંકવાદી હતો. જેની ૧૮ મી જૂન ર૦ર૩ ના કેનેડામાં ગુરુદ્વારાની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કેનેડાએ ભારત પર નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો હતો, જો કે તે કોઈ પુરાવા આપવામાં નિષ્ફળ રહ્યું હતું. નિજ્જર મૂળ પંજાબના જલંધરના ભર સિંહ પુરા ગામનો રહેવાસી હતો. એનઆઈએ એ નિજ્જર પર ૧૦ લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું. તેના આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ સાથે પણ સંબંધો હતાં.
ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર નિજ્જર છેલ્લા એક વર્ષમાં ભારતીય તપાસ એજન્સીઓ માટે વધુ મોટો માથાનો દુઃખાવો બની ગયો હતો, કારણ કે તેણે લોરેન્સ બિશ્નોઈ ગેંગના ઓપરેટિવ્સને વિદેશમાં લોજિસ્ટિક્સ અને નાણા આપવાનું શરૂ કર્યું હતું. જ્યારે ટ્રુડો ર૦૧૮ માં ભારતની મુલાકાતે આવ્યા હતાં તે સમયે પંજાબના તત્કાલિન મુખ્યમંત્રી અમરિંદર સિંહે તેમને ખાલિસ્તાની આતંકવાદીઓની યાદી સોંપી હતી. જેમાં નિજ્જરનું નામ પણ સામેલ હતું.
કેન્દ્રિય ગૃહમંત્રાલયે ર૦ર૦ માં નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો. ર૦૧૦ માં પટિયાલામાં એક મંદિરની બહાર બોમ્બ વિસ્ફોમાં તેમની વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી. હિંસા ભડકાવવા અને આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા સહિતના અનેક કેસમાં પોલીસ તેને શોધી રહી હતી.
જસ્ટિન ટ્રુડોની સરકાર ભારતના કડક વલણ તથા અમેરિકામાં થનારા સત્તાપરિવર્તનની અસર હેઠળ કુણી પડી હોવાના તારણો નીકળી રહ્યા છે, અને આને ભારત સરકારની ડિપ્લોમેટિક જીત પણ માનવામાં આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial