Advertisement
Author: નોબત સમાચાર

દરેડ પાસેની બેભાન મળી આવેલા પરપ્રાંતિયનું થયું મૃત્યુ

જામનગર તા. ૧રઃ જામનગર નજીકના દરેડ પાસેથી ગઈકાલે એક પરપ્રાંતિય પ્રૌઢ બેભાન હાલતમાં મળી આવ્યા હતાં. દોડી આવેલી ૧૦૮ની ટીમે આ પ્રૌઢને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતાં. પોલીસે મૃતકના વાલી વારસની શોધ હાથ ધરી છે.

જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર આવેલા દરેડ ગામ પાસેથી ગઈકાલે બપોરે ફારૂકભાઈ નેમુકખાન પઠાણ (ઉ.વ. પ૦) નામના પરપ્રાંતિય પ્રૌઢ બેભાન જેવી હાલતમાં જોવા મળતાં દરેડ ગામના હરદાસભાઈ રામાભાઈ ગુજરીયાએ પોલીસને જાણ કરી ૧૦૮ને ફોન કર્યાે હતો.

દોડી આવેલી એમ્બ્યુલન્સના સ્ટાફે આ પ્રૌઢને ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કર્યા હતાં. પંચકોશી બી ડિવિઝનના પોલીસ સ્ટેશનના જમાદાર એમ. પી. મોરીએ મૃતદેહનો કબ્જો સંભાળી પોષ્ટમોર્ટમ માટે ખસેડયો છે. અને મૃતકના વાલી-વારસની શોધ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh