Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છેલ્લા ૬ વર્ષનો નીચો આંકડો
નવી દિલ્હી તા. ૨૨: દેશમાં શહેરોમાં બેરોજગારીનો દર છેલ્લા ૬ વર્ષમાં સૌથી નીચો ૬.૪ ટકા રહ્યો છે. દેશમાં મહિલા રોજગારીનો દર પણ વધ્યો છે.
દેશના શહેરોમાં બેરોજગારીનો દર ઘટીને ૬.૪ ટકા જ રહ્યો છે. લગભગ છ વર્ષમાં આ સૌથી નીચો આંક છે. આ આંકડા જુલાઈથી સપ્ટેમ્બર ૨૦૨૪ના ત્રિમાસિક ગાળાના આંકડા છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે જણાવ્યું હતું કે હવે મહિલાઓ પણ વધારે સંખ્યામાં કામ પર જઈ રહી છે. બેરોજગારીનો દર ઘટ્યો છે. દરેકે દરેક વર્ગની આવકમાં વધારો થયો છે.
આ ગાળા દરમ્યાન, પુરુષ અને મહિલાની બેરોજગારી ઘટીને અનુક્રમે ૫.૭ અને ૮.૪ ટકા હતી.
નોંધનીય છે કે, પાછલા કેટલાક સમયથી રોજગારના મુદ્દા પર કેન્દ્ર સરકાર સતત વિપક્ષના નિશાન પર રહી છે. આ આંકડા એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે કે, જુલાઈથી સપ્ટેમ્બરમાં સામાન્ય રીતે કંપનીઓ નવી ભરતી કરે છે. બેન્ક ઓફ બરોડાના મુખ્ય અર્થશાસ્ત્રી મદન સબનીસે જણાવ્યું હતું કે, કંપનીઓ તરફથી નવા લોકોને કામ પર રાખવાના કારણે બેરોજગારીના દરમાં ઘટાડો થયો છે. તેમણે જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમ્યાન પીએમઆઈ પણ ૫૦ ની ઉપર જળવાઈ રહ્યો છે. કે જે ભરતીમાં ગ્રોથ તરફ ઈશારો કરે છે. આ દરમ્યાન લેબર ફોર્સ પાર્ટિસિપેન્ટ રેટ ૫૦.૪ ટકા ના પોતાના સૌથી ઊંચા સ્તર પર પહોંચી ગયો છે.
દેશના ૨૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ૧૩ માં દેશની સરેરાશથી વધુ એલપીએફઆર નોંધાયો હતો. તેમાં હિમાચલ પ્રદેશ ૬૧.૮ ટકા સાથે સૌથી આગળ હતું. તેના પછી ગુજરાત ૫૩.૯ ટકા, પશ્ચિમ બંગાળ ૫૩.૮ ટકા, તેલંગાણા ૫૩.૫ ટકા, આસામ ૫૩.૨ ટકા અને મહારાષ્ટ્ર ૫૨.૮ ટકા નું સ્થાન હતું. બીજી તરફ યુવા બેરોજગારીનો દર ૧૫.૯ ટકા હતો. જેમાં પુરુષોમાં ૧૪.૨ ટકા અને મહિલાઓમાં ૨૧ ટકા હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial