Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેન્દ્રિય મંત્રી અમિત શાહે બેઠક બોલાવ્યા પછી નિર્ણયઃ
ઈમ્ફાલ તા. ૧૯: મણિપુરમાં ફરી એક વખત સ્થિતિ ગંભીર બની છે. હિંસાની આગમાં નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, ત્યારે આ અંગે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે સુરક્ષા એજન્સીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠક પછી મણિપુરની સ્થિતિને જોતા સીએપીએફની વધુ પ૦ કકંપનીઓ મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મણિપુરમાં પ૦ કંપનીઓ એટલે કે વધુ પ૦૦૦ સૈનિકોની તૈનાતી કરવામાં આવશે. મણિપુરમાં અત્યાર સુધીમાં કુલ ર૭,૦૦૦ અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવેલા છે. ગૃહમંત્રીએ રાજ્યમાં કેન્દ્રિય અર્ધલશ્કરી દળોની તૈનાતી વિશે પૂછપરછ પણ કરી છે. તમામ એજન્સીઓને સૂચના આપી હતી કે રાજ્યમાં શાંતિ સ્થાપિત કરવાની પ્રક્રિયાને સર્વોચ્ચ પ્રાથમિક્તા રાખવામાં આવે.
ઉલ્લેખનિય છે કે, મણિપુરમાં ગયા વર્ષે મે મહિનાથી ઈમ્ફાલ ખીણમાં મેઈતાઈ સમુદાય અને નજીકના પહાડીઓમાં સ્થિત કુકી સમુદાય વચ્ચે હિંસા ચાલી રહી છે. જેમાં ર૦૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને હજારો લોકો બેઘર પણ થયા છે. તાજેતરમાં જ જીરીબામ જિલ્લામાં ફરી એકવાર મહિલાઓ અને બાળકોના મૃતદેહો મળી આવ્યા પછી ભારે હિંસા ફાટી નીકળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આતંકવાદીઓએ આ મહિલાઓ અને બાળકોનું અપહરણ કરીને હત્યા કરી હતી.
સીઆરપીએફના મહાનિર્દેશક અને અન્ય કેન્દ્રિય સશસ્ત્ર પોલીસ દળોના અધિકારીઓ પણ રાજ્યમાં હાજર છે. હાલમાં રાજ્યમાં કુલ ર૧૮ સીએપીએફ કંપનીઓ તૈનાત છે. કેન્દ્રિય ગૃહમંત્રાલયે શનિવારે કહ્યું હતું કે, મણિપુરમાં તૈનાત તમામ સુરક્ષા દળોને શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે જરૂરી તમામ પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સુરક્ષાની સ્થિતિ નાજુક છે. હિંસામાં બન્ને સમુદાયાના આરોપીઓ સામેલ છે. તેમની પાસે હથિયાર પણ છે. હિંસામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખોરવાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial