Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોર્પોરેટરે મુખ્યમંત્રીને કરી રજૂઆત
જામનગર તા. ૧૯: જામનગર મહાનગર પાલિકાની ટીપીઓ શાખામાં રજાચિઠ્ઠીમાં વ્યાપક ભ્રષ્ટાચાર ચાલતો હોવા અંગે રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
કોંગ્રેસના વોર્ડ નંબર ૧ ના કોર્પોરેટર સમજુબેન પારિયાએ આ રજૂઆતમાં જણાવ્યું છે કે, રજાચિઠ્ઠીમાં પ્લાન, નક્શા મુજબ કામ થતું નથી.
જામનગરમાં અમુક આર્કિટેક્ટ અને અધિકારીની મીલીભગતથી બેફામ ગેરકાયદે બાંધકામો થઈ રહ્યા છે. અમુક બાંધકામોને તોડી પાડવા માટે નોટીસો અપાય છે, પરંતુ આવા બાંધકામો તોડી પાડવામાં આવતા નથી.
શહેરમાં આશરે ૩૦૦ જેટલા ગેરકાયદે બાંધકામો હોવાનો અંદાજ છે. કોર્પોરેટર દ્વારા આ બાબતે ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ મનપાનું તંત્ર કોઈ પગલાં લેતું નથી. આથી ટીપીઓ શાખામાં વિજિલિયન્સની તપાસ કરાવી યોગ્ય પગલાં લેવા જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial