Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુકે, જાપાન, જર્મની જેવા દેશો પાછળ, ભારતનો દબદબો
ન્યુ દિલ્હી તા. ૧૯: વૈશ્વિક પડકારો-અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતે જી-ર૦ દેશોમાં સૌથી વધુ ૭ ટકા જીડીપી ગ્રોથ રેટ મેળવ્યો છે, અને યુકે, જર્મની, જાપાન જેવા દેશો વિકાસમાં ભારતથી પાછળ રહી ગયા છે. ભારત પછી ઈન્ડોનેશિયાનો ક્રમ દ્વિતીય રહ્યો છે. તે આર્જેન્ટિનાનો જીડીપી વિકાસદર માઈનસમાં નોંધાયો છે.
જી-ર૦ દેશોમાં જીડીપી વૃદ્ધિ દરમાં ભારત ટોચ પર છે. ર૦ર૪ માં ભારતનો અંદાજિત વૃદ્ધિ દર ૭ ટકા છે, જે જી-ર૦ દેશોમાં સૌથી વધુ નોંધાયેલો છે. દેશની આ સિદ્ધિ વૈશ્વિક પડકારો વચચે મજબૂત અર્થતંત્ર અને શક્તિશાળી વિકાસ દર્શાવે છે. આ વર્ષે ભારત પછી પ ટકાના વિકાસ દર સાથે ઈન્ડોનેશિયા બીજા સ્થાને છે અને ચીન ૪.૮ ટકા સાથે ત્રીજા સ્થાને છે. રશિયા ૩.૬ ંટકાના વિકાસ દર સાથે ચોથા સ્થાને છે અને બ્રાઝિલ ૩ ટકા સાથે પાંચમા સ્થાને છે.
આફ્રિકા ક્ષેત્ર ૩ ટકાના વિકાસ દર સાથે છઠ્ઠા સ્થાને છે અને અમેરિકા ર.૮ ટકાના વૃદ્ધિ દર સાથે સાતમા સ્થાને છે. સમગ્ર વિશ્વમાં આર્થિક અનિશ્ચિતતા અને તણાવ વચ્ચે ભારતીય અર્થતંત્ર આ વર્ષે ૭ ટકાના દરે વૃદ્ધિ પામી શકે છે. આ વૃદ્ધિ દર ર૦ દેશોના જુથ એટલે કે જી-ર૦ માં સૌથી ઝડપી હશે.
આ સમયગાળા દરમિયાન મોટા દેશોનો વિકાસ દર ત્રણ ટકાથી નીચે રહી શકે છે. ભારતની સૌથી ઝડપી વૃદ્ધિ દરની સિદ્ધિ તેની મજબૂત અર્થવ્યવસ્થા પાછળ રહેશે. વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતીય અર્થવ્યવસ્થાએ તેનું સારૂ પ્રદર્શન ચાલુ રાખ્યું છે. આર્જેન્ટિના એકમાત્ર એવો દેશ છે જેનો જીડીપી વૃદ્ધિ દર ૩.પ ટકા ઘટવાની ધારણા છે.
રશિયાનો જીડીપી ૩.૬ ટકાના દરે અને બ્રાઝિલ, આફ્રિકા અને તુર્કીનો જીડીપી ૩ ટકાના દરે વૃદ્ધિ પામી શકે છે. અમેરિકાની અર્થવ્યવસ્થા ર.૮ ટકાના દરે અને કોરિયાની અર્થવ્યવસ્થા ર.પ ટકાના દરે વૃદ્ધિ પામે તેવી ધારણા છે. મેક્સિકો અને સાઉદી અરેબિયાની અર્થવ્યવસ્થા ૧.પ-૧.પ ટકાના દરે વૃદ્ધિ કરી શકે છે. યુરોપિયન યુનિયન અને દક્ષિણ આફ્રિકાનો વિકાસ દર ૧.૧-૧.૧ ટકા રહેવાની ધારણા છે.
રેટિંગ એજન્સી મૂડીઝનું માનવું છે કે ભારત આવતા વર્ષે ૬.૬ ટકાના દરે વિકાસ કરી શકે છે. ર૦ર૬ માં આ દર ૬.પ ટકા રહેવાની ધારણા છે. વર્તમાન વર્ષમાં તે ૭.ર ટકા રહેવાનો અંદાજ છે. એજન્સીનું કહેવું છે કે નક્કર વૃદ્ધિ અને મધ્યમ ફૂગાવાના મિશ્રણ સાથે ભારતીય અર્થતંત્ર સારી સ્થિતિમાં છે.
રિપોર્ટ કહે છે કે કેનેડાનો જીડીપી આ વર્ષે ૧.૩ ટકા અને ઓસ્ટ્રેલિયાનો ૧.ર ટકા વધી શકે છે. આ વર્ષે વિશ્વભરમાં તણાવ અને ફૂગાવાના કારણે વિકાસ દરને અસર થઈ છે. આ કારણે કેન્દ્રિય બેંકોએ લાંબા સમયથી દર વધારવાની પ્રક્રિયા શરૂ કરી હતી, જો કે હવે એવો અંદાજ છે કે આવતા વર્ષથી દરોમાં ઘટાડો થઈ શકે છે. અમેરિકા સહિતના કેટલાક દેશોએ હાલમાં જ વ્યાજદરમાં ઘટાડો કરવાનું શરૂ કર્યું છે.
ઉલ્લેખનિય છે કે બ્રાઝિલમાં ૧૯ મી જી-ર૦ સમિટ શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-ર૦ સમિટમાં ભાગ લેવા માટે રવિવારે (૧૭ નવેમબર) બ્રાઝિલની રાજધાની રિયો ડી જાનેરો પહોંચ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial