Advertisement
Author: નોબત સમાચાર

દિલ્હીમાં પ્રદૂષણનો કહેર વધતા કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરવા રજૂઆત

દિલ્હી સરકારના મંત્રીએ કેન્દ્ર સરકારને લખ્યો પત્ર

નવીદિલ્હી તા. ૧૯: દિલ્હીમાં ગેસ ચેમ્બરથી છુટકારો મેળવવા કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરવા ગોપાલ રાયે કેન્દ્રને પત્ર લખ્યો છે.

હાલમાં દિલ્હી સહિત ઉત્તર ભારત પ્રદુષણના કહેરનો સામનો કરી રહયું છે. દિલ્હી- એનસીઆરમાં સ્થિતિ ખૂબ જ ગંભીર છે. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કૃત્રિમ વરસાદ માટે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે.

ગોપાલ રાયે કૃત્રિમ વરસાદ માટે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવને પત્ર લખ્યો છે. રાયે પત્રમાં કહયું છે કે દિલ્હીમાં પ્રદૂષણ ખૂબ જ ગંભીર શ્રેણીમાં છે અને તેની સાથે વ્યવહાર કરવા માટે, કૃત્રિમ વરસાદ બનાવવાની જરૂર છે.

દિલ્હીના પ્રદુષણ પર ગોપાલ રાયે કહયું કે ઉત્તર ભારત હાલમાં ધુમ્મસના સ્તરોમાં લપેટાયેલું છે. આ ધુમ્મસથી છુટકારો મેળવવા માટે કૃત્રિમ વરસાદ જ એકમાત્ર ઉપાય છે. આ એક તબીબી કટોકટી છે. આ ધુમ્મસના કારણે સમગ્ર ઉત્તર ભારતમાં ગૂંગળામણ થઈ રહી છે.

ગોપાલ રાયે કૃત્રિમ વરસાદને લઈને વડાપ્રધાન મોદી પાસે હસ્તક્ષેપની માંગ કરી છે. તેમજ કેન્દ્રીય પર્યાવરણ મંત્રીને પણ નિશાન બનાવ્યા છે. તેમનું કહેવું છે કે દિલ્હીમાં પ્રદુષણને લઈને રાજનીતિ કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર કલાઉડ સીડિંગ અંગે બેઠક યોજી રહી નથી. ઓડ ઈવન પર ચર્ચા ચાલી રહી છે. કેન્દ્રએ આ અંગે ટૂંક સમયમાં બેઠક યોજવી જોઈએ. દિલ્હી સરકારની અપીલ પર ધ્યાન આપવામાં આવ્યું ન હતું.

ગોપાલ રાયે કહયું કે મેં કેન્દ્રીય પર્યાવરણ મંત્રીને ચાર પત્ર લખ્યા છે. ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓકટોબર અને ૧૯ નવેમ્બરે ચાર પત્ર લખવામાં આવ્યા હતા, પરંતુ તેમ છતાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રીએ કૃત્રિમ વરસાદ પર એક પણ બેઠક બોલાવી ન હતી. આપણે દિલ્હીમાં ધુમ્મસની ચાદર દૂર કરવી પડશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh