Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતની ૭ હોસ્પિટલો પીએમજેએવાય યોજના માટે બ્લેકલિસ્ટ : ૪ તબીબો સસ્પેન્ડ

ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડોનો પર્દાફાશ થયા પછી રાજય સરકાર એકશન મોડમાં: તપાસનો ધમધમાટ યથાવત

અમદાવાદ તા. ૧૯: ખ્યાતિકાંડ પછી જેમ જેમ તપાસ આગળ વધી રહી છેં તેમ તેમ વધુ કૌભાંડો બહાર આવી રહયા છે. આ દરમિયાન અત્યાર સુધીની તપાસ પછી ૭ હોસ્પિટલોને પીએમજેએવાય યોજના માટે બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી છે. અને ચાર તબીબોને સસ્પેન્ડ કરાયા છે.

ખ્યાતિકાંડ બાદ હોસ્પિટલો પર તવાઈ આદરી છે. ૫ીએમજેએવાય યોજનામાંથી સાત હોસ્પિટલો સસ્પેન્ડ કરવામાં આવી છે. અમદાવાદની ૩, સુરત- વડોદરાની ૧-૧ હોસ્પિટલ સસ્પેન્ડ કરાઈ છે. તો બીજી તરફ રાજકોટની ૧, ગીરસોમનાથની ૧ હોસ્પિટલ સહિત સ્પેશિયાલિસ્ટ ડોકટરોને પણ સસ્પેન્ડ કરાયા છે. ખ્યાતિકાંડ પછી હવે રાજયની તમામ હોસ્પિટલો પર તવાઈ હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગે .ોવબથ યોજનામાંથી ખ્યાતિ સહિત ૭ હોસ્પિટલો સસ્પેન્ડ કરવામાં આવી છે. જેમાં અમદાવાદની ૩, સુરત- વડોદરા- રાજકોટની ૧-૧ અને ગીરસોમનાથની હોસ્પિટલ સહિત સ્પેશિયાલિસ્ટ ડોકટરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ખાસ કરીને ડો. પ્રશાંત વઝીરાણી સહિત ૪ સ્પેશિયાલિસ્ટ ડોકટરમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સસ્પેન્ડ કરાયેલી હોસ્પિટલો સાથે શ્રી જીવનજયોત આરોગ્ય સેવા સંઘ, ગીરસોમનાથ, નારીત્વ- ટ્રેનિંગ પોઈન્ટ હેલ્થ કેર હોસ્પિટલ, શિવ હોસ્પિટલ, અમદાવાદ, નીહિત બેબીકેર ચિલ્ડ્રન હોસ્પિટલ, રાજકોટ. ખ્યાતિ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ, અમદાવાદ સનસાઈન ગ્લોબલ હોસ્પિટલ, સુરત અને સનસાઈન ગ્લોબલ હોસ્પિટલ, વડોદરાનો સમાવેશ થાય છે.

ખ્યાતિકાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, સાણંદ , ગાંધીનગર અને મહેસાણા જિલ્લો ખ્યાતિ હોસ્પિટલના ટાર્ગેટ પર રહયા હતાં. આ જ વિસ્તારમાં મફત મેડિકલ કેમ્પ યોજીને દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલમાં લાવવામાં આવતાં હતાં. એટલુ જ નહીં, દર્દીઓની જાણ બહાર સ્ટેન્ટ નાંખીને પીએમજેવાયએ યોજના હેઠળ નાણાં મેળવી લેવાતા હતાં.

દર્દીઓને સ્ટેન્ટ નાખનાર ડો. પ્રશાંત વજીરાણી તો માત્ર પ્યાદુ રહયું છે પણ વિલન તો હોસ્પિટલના સંચાલક છેં જે ડોકટરોને ટાર્ગેટ આપીને નિર્ધારિત સમયમાં હાર્ટ સર્જરી કરવા દબાણ કરતાં હતાં, તેવી ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે.

અમદાવાદની એસ.જી. હાઈવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની જાણ બહાર એન્જિયોપ્લાસ્ટી કરી બે દર્દીના મોતથી સમગ્ર ગુજરાત હચમચી ગયું હતું. આ સાથે જ હોસ્પિટલ દ્વારા આયુષ્માન કાર્ડનો દુરૂપયોગ કરી કેવી રીતે પીએમજેએવાય યોજના હેઠળ કૌભાંડ આચરવામાં આવે છે તે પણ બહાર આવ્યું હતું. જેને લઈને આરોગ્ય વિભાગ અને રાજય સરકાર તરફથી તપાસના આદેશ આપવામાં આવ્યા હતાં.

પીએમજેએવાય કૌભાંડ હેઠળ આરોગ્ય વિભાગે સાત ખ્યાતિ સહિતની જે સાત હોસ્પિટલને સસ્પેન્ડ કરી છે. જેમાં અમદાવાદની ત્રણ, સુરત, વડોદરા અને રાજકોટની ૧- ૧ હોસ્પિટલ તેમજ ગીર સોમનાથની હોસ્પિટલને પણ સસ્પેન્ડ કરવામાં આવી છે. હોસ્પિટલની સાથે- સાથે મલ્ટિસ્પેશ્યાલિસ્ટ ડોકટરો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. જે હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા ચાર ડોકટરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં ખ્યાતિ હોસ્પિટલનો ડો. પ્રશાંત વજીરાણી પણ સામેલ છે. આરોગ્ય વિભાગ દ્વારા આ મામલે હજુ વધુ તપાસ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન હજુ જો અન્ય કોઈ હોસ્પિટલ કે ડોકટરના આ કૌભૉડમાં નામ સામે આવશે તો તે તમામની સામે પણ આ પ્રકારની જ કડક કાર્યવાહી કરવામાં આવશે.

નોંંધનીય છે કે, તમામ હોસ્પિટલ અને ડોકટર્સ સામે હજુ સુધી ફોજદારી ગુના હેઠળ કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી.

કડીમાં બોરીસણા ગામે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી ૧૯ દર્દીને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે બોલાવાયા હતાં. અહીં તમામ દર્દીઓની તેમને પૂછયા વિના જ એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકી દેવાયા હતાં. સ્ટેન્ટ મૂકયા પછી ૭૦ વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને ૫૦ વર્ષના બારોટ મહેશભાઈ ગિરધરભાઈ નામના દર્દીનું મોત નિપજયુ હતું. જેના કારણે પરિવારજનોએ હોબાળો કરતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. પરિવારે હોસ્પિટલમાં સામે વિરોધ કરી આરોપ લગાવ્યો હતો કેં હોસ્પિટલે આયુષ્માન કાર્ડનો દુરૂપયોગ કરી પૈસા પડાવવા માટે અમારી જાણ બહાર દર્દીને સ્ટેન્ટ મુકી દીધું હતું. જેના કારણે બે દર્દીના મોત થયા છે. પરંતુ ફોજદારી રાહે પગલા સરકાર કયારે ઉઠાવશે, તેની રાહ જોવાઈ રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh