Advertisement
Author: નોબત સમાચાર

કન્યાદાન લગ્નોત્સવ-ર૦ર૪: માતા-પિતા વિહોણી સોળ દીકરીના ભવ્ય સમૂહલગ્ન સંપન્ન

તપોવન ફાઉન્ડેશન વાત્સલ્ય ધામ દ્વારા

જામનગરના તપવન ફાઉન્ડેશન માતુશ્રી ઈચ્છા ગૌરી છોટાલાલ જાની વડીલ વાત્સલ્ય ધામ દ્વારા ઓશવાળ સેન્ટરમાં કન્યાદાન લગ્નોત્સવના શીર્ષક હેઠળ માતા-પિતા વિહોણી સોળ દીકરીઓના સમૂહલગ્ન યોજાયા હતાં.

તપોવન ફાઉન્ડેશનના સ્થાપક રાજેનભાઈ જાની, ટ્રસ્ટીઓ પૂર્વ મંત્રી પ્રો. વસુબેન ત્રિવેદી, નરેન્દ્રભાઈ ત્રિવેદી, પરેશભાઈ જાનીના માર્ગદર્શન હેઠળ હિન્દુ લગ્ન વિધિ પ્રમાણે ભવ્ય રીતે લગ્ન પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો. આ દીકરીઓને તપોવન ફાઉન્ડેશન તથા દાતાઓ-શ્રેષ્ઠીઓના સહયોગથી સોના-ચાંદીના દાગીના, ફ્રીજ, પલંગ, વાસણો, કબાટ, વસ્ત્રો સહિતની ચીજવસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી.

આ સમૂહલગ્ન પ્રસંગે જૂનાગઢના પૂ. શેરનાથબાપુ, નવતનપુરી ધામના આચાર્ય પૂ. કૃષ્ણમણિજી મહારાજ, ચાપરડાના પૂ. મુક્તાનંદજી બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં અને નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતાં.

આ સમૂહલગ્ન પ્રસંગે ધારાસભ્ય રિવાબા જાડેજા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, જિલ્લા કલેક્ટર ભાવિનભાઈ પંડ્યા, ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ, લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડિયા, વી.પી. મહેતા 'નોબત'ના ચેતનભાઈ માધવાણી, રોહિતભાઈ મારૂ, ભીખુભાઈ વારોતરિયા, આર.કે. શાહ, શિવસાગર શર્મા, હસમુખભાઈ હિન્ડોચા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. પૂર્વ કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની તથા સંસદસભ્ય પૂનમબેન માડમે શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં આમંત્રિતો, નગરજનો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh